ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ડભવા ખાતે કાર્યક્રમ યોજાયો

સિંધુ ઉદય

પ્રધાનમંત્રીશ્રીના ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન અંતર્ગત ગત રોજ દેવગઢ બારીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ડભવા ખાતે જીલ્લા રક્તપિત્ત અધિકારી -જીલ્લા ક્ષય અધિકારી ડૉ.આર.ડી.પહાડીયાની હાજરીમાં ટી.બી. પોષણ સહાય કીટ વિતરણ કાર્યક્રમ તથા પેશન્ટ પ્રોવાઇડર મીટીંગ કરવામાં આવી હતી. આ મીટીંગ માં કુલ ૧૬ ટી.બી.ના દર્દીઓ હાજર રહયાં હતા તથા ૧૫ ડોટ્સ પ્રોવાઇડર હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર કલ્પેશ બારીયા, મેડિકલ ઓફિસર ભુમી ચૌધરી, તાલુકા પંચાયત સભ્ય શાંતાબેન સુથાર
તાલુકા ટીબી સુપરવાઈઝર, આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર, આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો. આ કાર્યક્રમમાં ડો.આર.ડી. પહાડીયા દ્વારા તથા તાલુકા હેલ્થ ઓફિસર કલ્પેશ બારીયાએ દર્દીઓને દવા નિયમિત લેવાની, સમય સર ગળફાની તપાસ કરાવવી, દવાની આડઅસર વિષે સમજ આપવામાં આવી હતી. દર્દીઓને સારવાર દરમ્યાનની કાળજી અને અન્યને ચેપ ન લાગે તે માટે રાખવાની કાળજી વિશે સમજ અપાઈ હતી. આ કાર્યક્રમમા ધાર્મિક ધર્મ ગુરૂ પણ હાજર રહયા હતા અને તેમના દ્વારા પણ ટીબી દર્દીઓને નિયમિત સારવાર લેવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: