કાળીડુંગરી પ્રા. શાળામાં કોળી તાનાજી સેના દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર – પાર્થિક સુતારિયા
કોળી તાનાજી સેના જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ સવાયા દ્વારા કેમ્પનું આયોજન આજરોજ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની કાળી ડુંગરી પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પ કોળી તાનાજી સેના દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી ધર્મેશભાઈ સવાયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં શ્રી નિકેતન હોસ્પિટલ ગોધરા ના ડોક્ટર કેતનભાઇ પટેલ ( MBBS , MD ) તેમજ માધવ ઓર્થોપેડિક ( હાડકાની હોસ્પિટલ ) દેવગઢ બારીયાના ડોક્ટર ધર્મેશભાઈ મછાર ( MBBS,MS ORTHO ) ના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ત્યાંના સ્થાનિક સેવાભાવી અને યુવા અરવિંદભાઈ પટેલ તેમની પોતાની ટીમ સાથે હાજર રહ્યા હતા અને આજુબાજુના લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.