ગરબાડામાં ૬ વર્ષીય બાળા પર કૌંટુમ્બી કાકાએ બળાત્કાર મોતને ઘાટ ઉતારતાં ચકચાર

દાહોદ તા.૦૧
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં નિર્ભયા જેવો ચકચાર મચાવનાર સનસનાટીભર્યું બનાવ સામે આવ્યો છે.જેમાં કૌટુમ્બીક મામાએ ૬ વર્ષીય બાળાનું અપહરણ કરી પાશવી બળાત્કાર ગુજારી બાળકીને પીંખી નાંખ્યા બાદ પુરાવાના નાશ કરવા બાળકીનું ગળુ દબાવી નિર્મમ હત્યા કરી બાળકીની લાશને નજીકના જંગલ જેવા નિર્જન વિસ્તારના ઝાંડી ઝાંખરામાં ફેંકી દેતા ગ્રામજનોમાં આ હવસખોર નરાધમ સામે ફીટકાર સહિત રોષની લાગણી ભભુકી ઉઠી છે ત્યારે બીજી તરફ આ ઘટનાની જાણ ઇન્ચાર્જ એસપી કલ્પેશ ચાવડા સહીતના અધિકારીઓને થતા પોલિસ અધિકારીઓ સહિતનો કાફલો રાતોરાત ગરબાડા ખાતે દોડી આવ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે નરાધમ મામાની ધરપકડ કરી લીધી હતી.ત્યારે પોલિસ દ્વારા ઘનિષ્ટ પુછપરછ દરમિયાન આ નરાધમે ગુનો કબુલ કરી લીધો હતો.સવાર થતાં આ સમગ્ર મામલાના પડધા ગરબાડા નગરમાં થતાં નગરના ગ્રામજનોના ટોળે ટોળા ઘટના સ્થળે તેમજ પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર, બળાત્કાર ગુજારી બાળાને મોતને ઘાટ ઉતારનાર હવસખોર કૌટુમ્બીક મામો ગુનાહીત પ્રવૃતિ પણ ધરાવતો હોવાનુ બહાર આવ્યું છે અને આઠ માસ પહેલા જ જામીન પર છુટી ઘરે આવ્યા બાદ આ ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપતાં પંથક સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે. ત્યારે બીજી તરફ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ સ્થિતિ પર કાબુ મેળવી નરાધમ કૌટુમ્બીક મામા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધનિષ્ઠ તપાસનો આરંભ કર્યાે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા એક દંપતિને સંતાનમાં ત્રણ બાળકો છે જેમાં એક ૮ વર્ષીય છોકરો, ૬ વર્ષીય બાળા અને ૪ વર્ષીય બાળા એમ ત્રણ સંતાનો છે. આ દંપતિ આ દિવાળી વખતે સુરેન્દ્ર નગર ખાતે મજુરી ગામ અર્થે ગયા હતા અને પોતાની ૪ વર્ષીય પુત્રીને સાથે લઈ ગયા હતા જ્યારે આ સંતાનો પૈકી ૮ વર્ષીય બાળક અને ૬ વર્ષીય બાળાને દંપતિએ ગરબાડા નગરમાં તળાવ ફળિયામાં રહેતા પોતાના સાસુ અમદુબેન શકરાભાઈ બીલવાળના ઘરે મુકી ગયા હતા અને ત્યારથી જ બંન્ને સંતાનો પોતાની નાની ત્યા રહી ગામની જ એક શાળામાં અભ્યાસ કરતા હતા જેમાં ૬ વર્ષીય બાળા ધોરણ ૧માં અભ્યાસ કરતી હતી.
ગત તા.૩૧મી ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના સમયગાળા દરમ્યાન ૬ વર્ષીય બાળાની માતાનો કૌટુબીક ભાઈ અને જે ૬ વર્ષીય બાળાનો કોટુબીક મામો શૈલેષભાઈ નરસીંગભાઈ માવી જે ગરબાડા નગરમાં રહેતો હોઈ આ શૈલેષનાએ બાળા શાળાએથી ઘરે આવતાં આ સમયે બાળાને મોટરસાઈકલ પર બેસાડી લઈ જતો હતો તે સમયે બાળકીની નાની અદુબેન કિશોરભાઈ બીલવાળે શૈલેષને કહેલ કે, પિન્કી(નામ બદલેલ છે.)ને ક્યાં લઈ જાય છે, તેમ કહેતા શૈલેષે જણાવ્યુ હતુ કે, ખેતરમાંથી ચણાનો ઓળો લઈ પાછા આવીયે છીએ, તેમ કહી શૈલેષ પોતાની મોટરસાઈકલ પર બાળકીને બેસાડી લઈ ગયો હતો. મોડી સાંજ સુધી બાળકીને લઈ શૈલેષ ન આવતાં નાની અદુબેન અને પરિવારજનો ચિંતીત બન્યા હતા જેથી ગરબાડા નગરમાં બંન્નેની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બંન્ને ક્યાંય પણ મળી આવ્યા ન હતા જેથી આ સંબંધે તેજ દિવસે રાત્રીના સમયે અદુબેને ગરબાડા પોલીસ મથકે પહોંચી પોલીસને ઉપરોક્ત સમગ્ર બાબતની જાણ કરતાં અદુબેને આ સંબંધે શૈલેષ વિરૂધ્ધ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી અને ત્યાર બાદ એક્શનમાં આવેલ પોલીસે તાત્કાલિક રાત્રીના સમયે જ શૈલેષની ધરપકડ કરી લીધી હતી અને તેની ધનિષ્ઠ પુછપરછ કરતાં શૈલેષે કબુલાત કરતા સમગ્ર હકીકત બહાર આવતાં પોલીસ ચોંકી ઉઠી હતી.ગરબાડાના નળવાઈ ગામના એક તળાવના બાજુમાં આવેલ જંગલ જેવા નિર્જન વિસ્તારમાં ઝાંડી ઝાંખરામાંથી આ બાળાની લાશ મળી મળી આવતાં પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર પડી હતી. સવાર પડતાં ઉચ્ચ અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ત્યારે ઘટના સ્થળે ગ્રામજનોનો લોકટોળા પણ ઉમટી પડ્યા હતા.જાણવા મળ્યા અનુસાર, શૈલેષે આ બાળાને મોટરસાઈકલ પર બેસાડી તેણીનું અપહરણ કરી ખેતરમાં તેણી ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યાે બાદમાં બાળા કોઈને કહી દેશે કે પુરાવાના નાશ કરવાના ઈરાદે આ નરાધમ શૈલેષ બાળાનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી તેણીની લાશને નજીકના ઝાંડી ઝાંખરામાં ફેંકી દીધાની કબુલાત કરતાં પોલીસ બેડામાં પણ સ્તબ્ધતાનો આલમ છવાઈ ગયો હતો.પોલીસે મૃતક બાળાનો મૃતદેહ કબ્જે લઈ દાહોદના સરકારી દવાખાને પી.એમ.અર્થે મોકલી આપ્યો હતો જ્યારે જાણવા મળ્યા અનુસાર, પ્રાથમીક તબક્કે આ બાળાનું ડિસ્કવરી પાંચનામુ કરી પીએમ હાથ ધરવામાં આવી રહ્યું છે.

મર્ડર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી જામીનમુક્ત થઈ ટૂંકા ગાળામાં રેપ વીથ મર્ડર જેવા ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપ્યો

ગરબાડા પંથક સહીત સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવનાર રેપ વીથ મર્ડર જેવી ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપનાર કૌટુમ્બીક મામો શૈલેષ વર્ષ ૨૦૧૮માં પોતાના બે મિત્રો સાથે મળી મિત્રની પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસે બંન્નેની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા. આ કેસમાં શૈલેષ આઠેક માસ પહેલા જામીન પર છુટી ઘરે આવ્યા બાદ પોતાની ભાણેજ ને પીંખી નાખી તેની નિર્મમ હત્યાની ઘટનાને અંજામ આપતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે મર્ડર જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને કોર્ટે જેલમુક્ત કરતા તેને આ ઘટનાને અંજામ આપી છે.

સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ પોલિસ અધિકારીઓ સહિતનો કાફલો ગરબાડા ખાતે દોડી આવ્યા.ગતરોજ ગરબાડા પંથકમાં 6 વર્ષની બાળકીનું અપહરણ થયું હોવાની જાણ ઇન્ચાર્જ એસપી કલ્પેશ ચાવડા સહીત ના અધિકારીઓને થતા ઇન્ચાર્જ એસપી કલ્પેશ ચાવડા, એસઓજી પીઆઇ.સંગાડા, એલસીબી પીઆઇ બીડી શાહ સર્વેલન્સ ટીમ ગરબાડા ખાતે દોડી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે ઝીણવટભરી તપાસ આદરી કુટુંબી મામાંની અટકાયત કરી ઘનિષ્ટ પૂછપરછમાં બાળકીનું અપહરણ કરી નિર્જન વિસ્તારમાં લઇ જઈ બળાત્કાર ગુજારી તેની નિર્મમ હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટનાનું ઘસ્ફોટક થતા પોલીસે ગણતરીના કલાકોમાં આખો ભેદ ઉકેલી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: