વિખૂટી પડી ગયેલ કાળીમહુડી ગામની બે વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવતી લીમડી પોલીસ.

રાજ ભરવાડ

લીમડી બજારમાં મા-બાપ થી વિખૂટી પડી ગયેલ કાળીમહુડી ગામની બે વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવતી લીમડી પોલીસ આજરોજ અજીતભાઇ ધરૂભાઇ કટારા તથા તેની બહેન નીતાબેન સાથે નાની બાળકી શ્રુતિ, ઉ.વ.૨ નાનીને લઇ લીમડી બજારમાં વેપાર અર્થે આવેલ તે દરમ્યાન નાની બાળકી તેના પિતા અજીતભાઇથી વિખુટી પડી ગયેલ તેની જાણ લીમડી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. શ્રી એમ.એફ.ડામોર નાઓને મળતા બનાવની ગંભીરતા ધ્યાને લઇ લીમડી પોલીસ તાત્કાલીક એક્શનમાં આવીને બાળકીના પરિવારની શોધખોળ હાથ ધરેલ અને પો.સ.ઇ. શ્રી એમ.એફ.ડામોર થા બીજા પોલી તથા સે.પો.સ.ઇ. શ્રી એમ.બી.ખરાડી તથા બીજા પોલીસ સ્ટાફના માણસો લીમડી ગામમાં બાળકીના પરિવારની સખત શોધખોળ કરતા બાળકીના પિતા અજીતભાઇ ધરૂભાઇ કટારા, રહે.કાળીમહુડી નાઓ મળી આવતા તેઓની પુછપરછ કર્યા બાદ બાળકીને સલામત તેના પિતાને સોંપી લીમડી પોલીસે માનવતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડયુ છે. ખોવાયેલ બાળકીનું નામ:- શ્રુતિબેન ડો/ઓ અજીતભાઇ ધરૂભાઇ જાતે.કટારા, ઉ.વ.૨, રહે.કાળીમહુડી, તા.ઝાલોદ, જી.દાહોદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: