ઝાલોદ નગરના લીમડી પોલીસને એક દિવસમાં ત્રણ કેસમાં સફળતા મળી.
પંકજ પંડિત ઝાલોદ
વડોદરા ગ્રામ્યના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો,માઁ-બાપ થી વિખૂટી પડેલ બાળકને તેના મા બાપને સોંપાઈ,પીપળીયા ગામે થી 37744 નો ઇંગ્લીશ દારૂ ઝડપી પડાયોહોળી ધૂળેટીના પર્વ નિમિતે તહેવાર ઉજવવા માટે સહુ કોઈ પોતાના વતનમાં જતા હોય છે તે સંદર્ભે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા ચારે બાજુ પોલીસને ગુનેગારોને ઝડપી પાડવા પોલિસ અધિકારીઓને સતર્ક રહેવા જણાવેલ છે જે અન્વયે ડી.વાય.એસ.પી પટેલના માર્ગદર્શન હેઠળ લીમડી પોલીસના સી.પી.આઇ એચ.સી.રાઠવા તેમજ પી.એસ.આઇ એમ.એફ.ડામોર અને એમ.બી.ખરાડી અને અન્ય પોલીસ સ્ટાફના માણસો દ્વારા ખાનગી બાતમીને આધારે વડોદરા ગ્રામ્યના વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહી.ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી મનિષભાઈ મહેન્દ્રભાઈ ગડરીયાને તેના ઘરે થી પકડી પાડવામાં સફળતા મેળવી છે.
બીજો બનાવ લીમડી બજારમાં મા-બાપ થી વિખૂટી પડી ગયેલ કાળી મહુડી ગામની બે વર્ષની બાળકીને ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે લીમડી પોલીસ દ્વારા મિલન કરાવવામાં આવેલ છે. ત્રીજો બનાવ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપળીયા ગામે મકાનમાંથી 37744 નો ઇંગ્લીશ દારૂ પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.




