ઝાલોદ નગરમાં હોલિકા દહન પર્વ સોમવારના રોજ સાંજે 6: 53 યોજાશે
પંકજ પંડિત ઝાલોદ
ધૂળેટી ઉત્સવ નગરમાં મંગળવારના રોજ ઉજવાશે
અલગ અલગ વિસ્તારોમાં હોળી ધૂળેટીના પર્વ મુહૂર્તના લીધે લોકોના મનમાં શું કરવું તેની શંકા થઇ રહેલ છે. ત્યારે ઝાલોદ નગરમાં ગણાતી મોટી હોળી ખાંટવાડામાં સાંજે સોમવારના સાંજે 6:53 વાગે પૂજા અર્ચના કરી પ્રગટાવવામા આવનાર છે ત્યાર બાદ જે તે વિસ્તારમાં અહીંયાં થી જ્યોત લઈ બીજા વિસ્તારમાં હોળી પ્રગટ થનાર છે તેમજ ધૂળેટીનું પર્વ નગરમાં તારીખ 07-03-2023 નાં રોજ મંગળવારના રોજ ઉજવવામાં આવનાર છે. તેવું હાલ નગરમાં મળતી માહિતી પ્રમાણે જાણવા મળેલ છે.