મમતા દિવસ જીલ્લા મા કુલ 16મોબાઈલ વાન ફાળવવા માં આવ્યા
સિંધુ ઉદય
માન જીલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ શિલ્પા યાદવ ની સુચના અન્વયે RCHO અધિકારી ડૉ ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લામાં હોળી ના તહેવાર ને અનુલક્ષીને હોળી કેચઅપ રાઉન્ડ અંતર્ગત મોબાઈલ મમતા દિવસ જીલ્લા મા કુલ 16મોબાઈલ વાન ફાળવવા માં આવી છે, દાહોદ જીલ્લા માં હોળીના તહેવાર ને અનુલક્ષીને લોકો તહેવાર મનાવવા માટે માદરે વતન પરત ફરતા હોય છે તેથી જીલ્લામાં 20ફેબ્રુઆરી થી 20માર્ચ સુધી જીલ્લા મા કુલ 16 મોબાઈલ વાન દવારા જે તે ગામમાં વધારાના મમતા દિવસના રાઉન્ડ કરીને વેંકસીનેશન કરવામાં આવશે, જે બાળકો અને સગર્ભા માતાઓ વેક્સિન થી વંચિત રહી ગયા છે તે તમામ બાળકો અને સગર્ભા માતાઓને વેક્સિન આપવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે તહેવાર ને અનુલક્ષીને મેળાઓ હાટ બજારની અંદર મોબાઈલ વાન દવારા વેક્સિન કરવામાં આવશે જીલ્લા અંદાજિત 2500 બાળકોને રસીકરણ કરવામાં આવેલ છે તથા અંદાજિત 600જેટલી સગર્ભાને રસીકરણ નો લાભ આપવામાં આવેલ છે, જીલ્લામાં જેપણ લાભાર્થીઓ બાકી રહી ગયા છે તે પોતાના વિસ્તારમાં વધારાના મમતા દિવસ રાઉન્ડ ફીમેલ હેલ્થ વર્કર બેન અને આશાબેન દવારા ચલાવવા આવે છે તો તેમનો સંપર્ક કરીને રસીકરણ કરાવી લેવા આરોગ્ય તંત્ર દવારા ઝુંબેશનાં ભાગરૂપે કામગીરી ચાલી રહી છે