ત્યજી ગયેલું બાળક મળી આવ્યુ

સિંધુ ઉદય

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે રસ્તાની સાઈડમાં ઝાડી ઝાંખરામાં એક નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળે દોડી ગયેલ પોલીસે નવજાત બાળકનો કબજાે લઈ નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ તાલુકાના કંબોઈ ગામે આજરોજ રસ્તાની સાઈડમાં ઝાડી ઝાંખરામાં કાપડમાં વિટાળેલ એક એક નવજાત બાળકનો રડવાનો અવાજ સંભળાતાં સ્થાનીક લોકો સ્થળ પર ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નવજાત બાળકનો કબજાે લઈ નજીકના દવાખાને નવજાત બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. જાણવા મળ્યા અનુસાર કોઈ અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે આ કૃત્ય કરેલ હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે સમગ્ર મામલે સ્થાનીક પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: