સંજેલીની નાળ ફળિયા વર્ગ પીછોડા પ્રાથમિક શાળામાં રંગોના તહેવાર હોળી- ધુળેટી ની ઉજવણી કરવામાં આવી.
ફરહાન પટેલ સજેલી
સંજેલી તાલુકામાં આવેલ નાળ ફળિયા વર્ગ પિછોડા ખાતે શનિવારના રોજ રંગોનો તહેવાર એટલે કે હોળી ધુળેટી ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ કેમિકલ રહિત રંગોથી એકબીજાને તિલક હોળી ની ઉજવણી કરી હતી. શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ કે.કામોળ દ્વારા બાળકોને હોળીનું મહત્વ સમજાવ્યું હતું તેમજ વૈજ્ઞાનિક કારણની સમજૂતી આપી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે સ્નેહનો સેતુ રચાય.. વિદ્યાર્થીઓની અંદર સદભાવના ભાઈચારો રાષ્ટ્રીય એકતાના જેવા ગુણોનો વિકાસ થાય. તે હેતુથી તહેવારો આનંદ સભર ઉજવવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓને ખજૂર વિતરણ કરવામાં આવ્યું હતું . શાળાના આચાર્ય સહિત સ્ટાફ ગણ દ્વારા હોળી ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.