ખેડા પાલિકાએ વેરા વસુલાત માટે નગરજનો સામે લાલ આંખ કરી.

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

ખેડા પાલિકાની સ્ટેટ અને વોટર વર્કસના વીજ બિલ પેટે રૂપિયા બે કરોડની બાકી રકમને પગલે નગરપાલિકાનું બે વખત કનેક્શન જીઇબી દ્વારા કાપી નાખ્યું છે. ત્યારે હવે પાલિકાએ પણ વેરા વસુલાત માટે નગરજનો સામે લાલ આંખ કરી છે. અગાઉ ૭ દિવસ પહેલા જીઇબી દ્વારા ખેડા નગરના સ્ટેટ લાઈટના ૧૦જેટલા કનેક્શન કાપી લેવામાં આવ્યા હતા. ત્યારે પાલિકાએ રૂ.૫ લાખ વેરો વસુલાત ઉઘરાવીને ફરી વીજ જોડાણ ચાલુ કરાયું હતું. પણ હવે તા.૧૫ માર્ચે નગરપાલિકાને જીઇબીમાં રૂ.૨૫ લાખ અને ૩૦ માર્ચ રૂ.૨૭ લાખ જેટલી રકમ ભરવાની હોવાથી પાલિકાએ રૂ.૧૦ થી રૂ.૨૫ હજાર સુધીની રકમના વેરા બાકી હોય એવા ૧૯૦ લોકોને નોટિસ ફટકારી છે. ખેડા મામલતદારે અને ચીફ ઓફિસરે વેરો બાકી હોય તેમને બીજી નોટિસ ફટકારી હતી. જેમાં અગાઉ જે ૧૦૦ લોકોને પાલિકાએ નોટિસ ફાટકારી છે એ તમામને સવારે ૧૧ વાગે ખેડા મામલતદાર કચેરી ખાતે મીટીંગમાં હાજર રહેવા માટે ફરમાન કરાયું છે. નોટિસમાં જણાવ્યું હતું કે આગામી તારીખ ૮ માર્ચ સુધીમાં લેહણદારોએ વેરાની નીકળતી રકમ ભરપાઈ કરવામા નહી આવે તો જંગમ / સ્થાવર મિલકત દ્વારા જપ્તી ટાંચમાં લઇ વેચીને રકમ વસૂલાત કરવામાં આવશે. વધુમાં મામલતદાર એ જણાવ્યું હતું કે એક મહિનાની અંદર રૂ.૫૦ લાખ થી વધુ રકમની વેરા વસુલાત કરવામાં આવશે. આગામી દિવસોમાં વૉર્ડ વાઇસ ટીમ બનાવી વસુલાત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: