હોળી ધુળેટી તહેવાર ટાણે દાહોદ જિલ્લા પોલીસ નો બુટલેગરો પર સપાટો
દાહોદ જિલ્લામાંથી પોલીસે કુલ રૂપિયા 7.32 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
નીલ ડોડીયાર
દાહોદ જિલ્લામાં હોળીના તહેવારોને ધ્યાને રાખી તગડો વેપલો રળી લેવા બુટલેગરો સક્રિય બનીને દારૂનો સ્ટોક કરી લેવાની વેતરણમાં જાેતરાયા છે તેવા સમયે જિલ્લામાં સક્રીય બનેલા પોલીસે જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાએથી મળી કુલ રૂપિયા ૭.૩૨ લાખ ઉપરાંની કિંમતનો વિદેશી દારૂ બિયરનો જથ્થા સાથે બે ફોર વ્હીલર ગાડી તેમજ રૂપિયા ૫૦૦૦નો મોબાઈલ ફોન મળી રૂપિયા ૧૧,૧૪,૫૪૦ ના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કર્યાનું તેમજ કુલ છ જેટલા વિરૂધ્ધ ગુનો નોંધ્યાનું જાણવા મળ્યું છે.
ચાકલિયા પોલીસ સ્ટેશનના જવાબદાર પોલિસ અધિકારી પીએસઆઈ જીબી ભરવાડ તથા તેમના સ્ટાફના પોલીસ કર્મીઓ ગતરાતે પેટ્રોલીંગમાં હતા તે વખતે મધ્યપ્રદેશના સાતશેરો ગામેથી વગર નંબરની સિલ્વર કલરની ટાટા એક્શોન ગાડીમાં વિદેશી દારૂ તથા બિયનો મોટો જથ્થો ભરી રળીયાતી ભુરા ગામે લઈ જવાતો હોવાની પીએસઆઈ જીબી ભરવાડને બાતમી મળી હતી જે બાતમીના આધારે ચાકલિયા પોલીસ છાયણ કાળાપીપળ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે વ્યુહાત્મક વોચ ગોઠવી હતી અને વોચ દરમ્યાન રાતના ૧૧.૪૬ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ ટાટા એક્શોન ગાડી નજીક આવતાં જે પોલીસે તેને ઘેરી લીધી હતી અને તેના ચાલક ઝાલોદ તાલુકાના ગાંતગઢ ગામના આયુષભાઈ રમેશભાઈ કલારાની ધરપકડ કરી હતી તે વખતે ગાડીમાં બેઠેલ રળીયાતી ભુરા ગામનો નરેશભાઈ રાઈકલભાઈ બારીયા ગાડીમાંથી ઉતરી પોલિસને ચકમો આપી અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. પોલિસે ટાટા એક્શોન ગાડીમાંથી ભારતીય બનાવટના બિયરની કુલ પેટી નંગ. ૮૮ તથા વિદેશી દારૂના કવાર્ટરની પેટી નંગ ૩૦ મળી કુલ રૂપિયા ૪,૪૧,૮૪૦ની કિંમતની કુલ બોટલ નંગ-૩૨૫૨ ભરેલ પેટીઓ નંગ. ૧૮૮ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ચાલક આયુષભાઈ કલારાની પુછપરછ કરતા સદર દારૂનો જથ્થો મધ્યપ્રદેશના સાતશેરો ગામના ચેતનભાઈ જીથરાભાઈ નીનામાને ત્યાથી ભરી રળીયાતી ભુરા ગામના રાજેશભાઈ મિકલભાઈ બારીયાને ત્યાં પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. પોલિસે આયુષભાઈ કલારા પાસેથી રૂપિયા ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી કબજે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ચાર લાખની કિંમતની ટાટા એક્શોન ગાડી મળી કુલ રૂપિયા ૮,૪૬,૮૪૦ના મુદ્દામાલ કબજે લઈ ચાકલીયા પોલીસે આ મામલે ગાડીના ચાલક સહિત કુલ ચાર જણા વિરૂધ્ધ પ્રોહિનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે જ્યારે જેસાવારા પોલિસે ગતરોજ બપોરે પોેતાને મળેલ પ્રોહી અંગેની બાતમીના આધારે ગરબાડાના વિજાગઢ ગામના શામપુરા ફળિયામાં રહેતા અને પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂની હાટડી ચલાવતા બુટલેગર બાપ દિકરા સનુભાઈ બચુભાઈ પરમાર તથા પંકેશભાઈ સનુભાઈ પરમારના રહેણાંક મકાનમાં બપોરના પોણા ચાર વાગ્યાના સુમારે ઓચિંતી પ્રોહી રેડ પાડી મકાનમાંથી રૂપિયા ૯૭,૭૦૦ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની નાની મોટી બોટલ નંગ. ૧૧૯૦ પકડી પાડી કબજે લીધી હતી.
પ્રોહીનો ત્રીજાે બનાવ દાહોદ તાલુકાના મુવાલીયા ગામે દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક તુફાન ફોર વ્હીલર ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીમાંથી વિદેશી દારૂનો કુલ રૂા. ૧,૯૩,૧૦૪ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૬૮,૧૦૪નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાનું જાણવા મળે છે. ગતરોજ દાહોદ એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના મુવાલીયા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક તુફાન ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ફોર વ્હીલર ગાડી નજીક આવતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક કમલેશભાઈ ભોદુભાઈ મીનામા (રહે. ઘોડાઝર, મુખ્ય નિશાળ ફળિયું, તા. ધાનપુર, જિ.દાહોદ) નાની અટકાયક કરી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૨૯૬ કિંમત રૂા. ૧,૯૩,૧૦૪ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૬૮,૧૦૪ના મુદ્દામાલ ઉપરોક્ત ગાડીના ચાલકની પોલીસે અટકાયત કરી દાહોદ એલ.સી.બી. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.