ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી.
રમેશ પટેલ સિંગવડ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુંગરા ગામેથી ધાનપુર પોલીસને મળેલ બાદમીના આધારે એક રહેણાંક મકાનમાંથી રૂપિયા 66,213 ના વિદેશી દારૂના જથ્થા સાથે એકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ધાનપુર પોલીસને મળેલ બાતમીના આધારે ડુંગરા ગામે રહેતો અરવિંદભાઈ ધોળીયાભાઈ ડામોરના રહેણાંક મકાનમાં કોચિન તો છાપો મારી પોલીસે અરવિંદભાઈની અટકાયત કરી હતી. પોલીસે અરવિંદભાઈ ના મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયર ની કુલ બોટલો નંગ. 497 જેની કુલ કિંમત રૂપિયા 66,213 ના પ્રોહીબીશન જથ્થા સાથે ધાનપુર પોલીસે ઉપરોક્ત ઈસમ વિરૂદ્ધ પ્રોહીબીશન ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.