ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર દારૂના મોટા જથ્થાને પાણીનાં ટેન્કરમાં લઈ જતા ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાંચ

પંકજ પંડિત /ગગન સોની

37,87,828 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડતી પોલિસ હોળી-ધૂળેટીના તહેવારની શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ઉજવણી થાય તે તે માટે પોલિસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા પંચમહાલ ગોધરાની સૂચના દાહોદ પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા પોલિસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જેથી અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ બુટલેગરો પર અંકુશ લગાવી શકાય. જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના માણસોની ટીમો પ્રોહી. બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રીત કરી કામગીરી કરી રહ્યા હતા. તારીખ 06-03-2023 સોમવારે એલ.સી.બી, પોલિસ ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તેમજ પોલિસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.ઝાલા તથા પોલીસ સ.ઇ. જે.બી.ઘનેશા તથા એલ.સી.બી ટીમ તેમજ લીમડી પો.સ્ટેશનના બે ઇન્સ્પેક્ટર ને બાતમી હકીકત મળેલ કે અશોક લેયલેન્ડ કંપનીના ટેન્કર નંબર GJ-06-XX-7002 હરિયાણા બાજુથી ઈંગ્લિશ દારુ ભરી રાજસ્થાનના પ્રતાપગઢ થઇ બાંસવાડા, ભીલકુવા થી ગુજરાતમાં આવેલ અને ઝાલોદ થઈ વડોદરા જવાનો હતો. જે જાણકારી ને લઈ એલ.સી.બી ટીમ દ્વારા વોચ ગોઠવી ગેરકાયદેસર ભારતીય બનાવટના જથ્થા સાથે ડ્રાઇવરને પકડી પાડેલ અને 402 વિદેશી દારૂની પેટી જેની અંદાજે કીમત 17,87,828 નો દારૂનો જથ્થો તેમજ મુદ્દામાલ મળી કુલ 37,87,828 રૂપિયાનો મુદ્દામાલ પકડી પાડવામાં સફળતા મેળવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!