ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ડાકોર ખાતે રણછોડરાયજીના મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર ખાતે ઉત્સવપૂર્ણ ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી. પૂનમના દિવસે ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયજીની નિત્‍ય સેવા પૂજા સમયાનુસાર સવારે ૪:૦૦ વાગે કરવામાં આવી હતી. વહેલી સવારે રાજા રણછોડરાયજીની મંગળા આરતી કરવામાં આવી હતી. ત્‍યાર બાદ વર્ષોથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવા જિલ્‍લા વહીવટી તંત્ર અને જિલ્‍લા પોલીસ તંત્ર દ્વારા મંદિરમાં પૂજા વિધિ કરી ધજા ચઢાવવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્‍લા કલેકટરએ જણાવ્‍યું હતું કે જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નથી અને ભાવિક ભક્તો કોઈ પણ પ્રકારના ચિંતા કર્યા વિના રણછોડજી મહારાજના દર્શન કરી શકશે. સાથોસાથ કલેકટર દ્વારા જિલ્લાના અને રાજયના પ્રજાજનોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી પ્રભુ ને પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિર પ્રશાસન, સેવા સંચાલકો, નગરપાલીકા દ્વારા કરવામાં આવેલ સુચારુ વ્યવસ્થાની કામગીરી કલેકટર દ્વારા બિરદાવવામાં આવી હતી. કલેકટરએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિક ભક્તોનું પ્રમાણ વધુ છે અને ભક્તો તથા પદયાત્રીઓને કોઈ અગવડતા ન પડે તે માટે  જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. ડાકોર મંદિર ખાતે શ્રધ્ધાળુઓએ ભારે આનંદ ઉત્સાહ સાથે ભગવાનના દર્શનનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી. ડાકોર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.પ્રસંગે રેન્‍જ આઇ.જી  વી. ચંદ્રશેખર, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી  પી.આર. રાણા, ઇન્ચાર્જ જિલ્‍લા પોલીસ અધિક્ષક  વી.આર. બાજપેયી, અધિક નિવાસી કલેકટર  બી. એસ. પટેલ, પ્રાંત અધિકારી  રિદ્ધિબેન શુકલ, મામલતદાર, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત મંદિરના સેવકો તથા ભાવિક ભક્તો ઉપસ્‍થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: