નડિયાદ પાસે પલાણા ગામમાં હોળીના દિવસે અંગારા પર દોડવાની પરંપરા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ પાસે પલાણા ગામમાં હોળીના દિવસે અંગારા પર દોડવાની પરંપરા
નડિયાદ: આપણો દેશે વિવિધ માન્યતાઓ અને સંસ્કૃતિ થી ભરેલો છે. અહીંયા જુદા જુદા રાજ્યો અને જુદા જુદા ગામોમાં વિવિધ પ્રકારની માન્યતાઓ – પરંપરાઓ છે.કંઈક આવી જ પરંપરા ખેડા જિલ્લાનાપલાણા ગામ માં જોવા મળે છે.ખેડા જિલ્લાના પલાણા ગામના રહીશો દ્વારા હોળીનું પર્વ એટલે ગામમાં મેળા જેવું વાતાવરણ સર્જાય છે. વર્ષો થી ગામની ભાગોળે ટાવર પાસે હોળી પ્રગટાવામાં આવે છે. હોળીના દિવસે સાંજે ૬ કલાકે ગ્રામ પંચાયત કચેરી પાસેથી સરપંચ હાર્દિક પટેલની આગેવાનીમાં ઢોલ નગારા સાથે સૌ ગ્રામજનો ભેગા થઇ બસ સ્ટેન્ડ ટાવર પાસેહોળી પ્રાગટય સ્થાને પહોંચે છે. ભુદેવ દ્વારા શાસ્ત્રોકત પૂજન વિધિ બાદ સાંજે હોળી પ્રગટાવામાં આવે છે. સૌ ગ્રામજનો હોળીની પ્રદિક્ષિણા કર્યા બાદ જ્યારે સંપૂર્ણ પ્રગટી ગયા બાદ યુવાનો હોળી અંગારા લોખંડના તાર વડે પાથરે છે. રાત્રે નવ વાગે અંગારા ઉપર યુવાનો યુવાન-યુવતીઓ ચાલે છે. આ સળગતાં અંગારા પર ચાલતાગ્રામજનો જોવા માટે સમગ્ર ખેડાજિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ઉમટીપડે છે. તેમજ હોળીને તહેવારનેધ્યાનમાં લઇને સુંદર મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં દૂધની ડેરીના કમ્પાઉન્ડમાં ચગડોળ-ટોરાટોરા તેમજ અન્યખાણીપીણીની લારીની વ્યવસ્થાકરવામાં આવે છે. હોળીના સળગતાં અંગારા આશરે ૩૫ થી ૪૦ ફુટ જેટલી ગોળાઇમાં પથરાયેલા હોય છે. અને આ અંગારા ઉપર ગ્રામજનો ચાલે છે.