મોટરસાઈખલ ચોરને દાહોદ શહેરમાં બી. ડિવીઝન પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કરીયો
SINDHUUDAYNEWS
દાહોદ કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમના સી.સી.ટી. વી કેમેરાની મદદથી આધારે મોટરસાઈખલ ચોરને દાહોદ શહેરમાંથી બી. ડિવીઝન પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.દાહોદ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને તેમજ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સારૂં દાહોદ જિલ્લા પોલીસ વડાએ જિલ્લાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ નાસતા ફરતાં તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની કામગીરી હાથ ધરી રહી છે તે સમયે દાહોદ બી. ડિવીઝન પોલીસે દાહોદ કમાંડ એન્ડ કોલ સેન્ટર નેત્રમના સીસીટીવી કેમરાની મદદથી મોટરસાઈકલ ચોર ઇમરાનભાઇ અબ્દુલસત્તાર પઠ્ઠા (રહે. ગોધરા, જિ. પંચમહાલ) ને ઝડપી પાડી જેલ ભેગો કર્યાે હતો.