લશ્કરી (અગ્નીવીર) ભરતીમાં જોડાવા ૧૫ માર્ચ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશ ફોર્મ ભરી શકાશે

SINDHUUDAYNEWS

લશ્કરી (અગ્નીવીર) ભરતીમાં જોડાવા ૧૫ માર્ચ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશ ફોર્મ ભરી શકાશે ઓનલાઈન લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી યોજાશે વધુ માહિતી માટે રોજગાર કચેરીના હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સપર્ક કરવો

આર્મી રિક્રુટીંગ ઓફીસ, અમદાવાદ દ્વારા યોજાનાર લશ્કરી (અગ્નીવીર ) ભરતીમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ૧૫ માર્ચ ૨૦૨૩ www.joinindianarmy.nic.in પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ છે. આ ભરતીમાં ૧૭.૫ થી ૨૧ વર્ષના (૦૧.૧૦.૨૦૦૨ થી ૧.૦૪.૨૦૦૬ વચ્ચે જન્મેલા ) તેમજ ૮ પાસ,૧૦ પાસ,૧૨ પાસ,આઈ.ટી.આઈ.ડીપ્લોમાં થયેલા અને ૧૬૮ સેમી ઉચાઇ ધરાવતા અને ૭૭ સેમી છાતી અને યોગ્ય વજન ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારો લાયકાત મુજબ વિવિધ જ્ગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકશે. આ ભરતીમાં આઈ.ટી.આઈ તેમજ ડીપ્લો પાસ ઉમેદવારોને ઉમેદવારોને બોનસ માર્ક આપવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલ ઉમેદવારોની સંભવિત ઓનલાઈન લેખિત પરિક્ષા ૧૭ અપ્રિલ ૨૦૨૩ થી યોજાશે.ઓનલાઈન લેખિત પરિક્ષામાં મેરીટમાં આવનાર ઉમેદવારોની બીજા તબક્કાની શારીરિક (ફીઝીકલ ) પરિક્ષા લેવામાં આવશે.ઓનલાઇન અરજી માટે જરૂરી શૈક્ષણીક લાયકાત ,ફીઝીકલ સ્ટાન્ડર,જોબ સ્પેસીફીકેશન જોવા અને પ્રોફાઈલ ક્રિએટ કરવા www.joinindianarmy.nic.in પર લોગીન કરવાનું રહેશે. ઓનલાઇન પરિક્ષા માટે ઉમેદવારોએ ૨૫૦/- ફી ભરવાની રહેશે. ઉમેદવારોના ઈમેલ આઈ.ડી અને મોબાઈલ નંબર પર પરિક્ષાને લગતી સૂચનાઓ આપવામાં આવશે..ઓનલાઈન રજીસ્ટ્રેશ અને ઓનલાઈન અરજી કરવા અંગે વધુ માહિતી આર્મી રિક્રુટીંગ ઓફીસ ,અમદાવાદની વેબસાઈટ પર તેમજ રૂબરૂ કામકાજના દિવસોમાં સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ મેળવી શકશે. તેમજ ભરતીમાં જવા માંગતા અને ભરતી પૂર્વેની ફ્રી ગાઇડન્સ અને તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોને જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન,છાપરી,દાહોદનો સંપર્ક કરવા તેમજ રોજગાર કચેરીના હેલ્પ લાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી દાહોદની યાદીમાં જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: