પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા મહીલા આરોપીને પકડી પાડતી દાહોદ રૂરલ પોલીસ
SINDHUUDAYNEWS
પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા મહીલા આરોપીને પકડી પાડતી દાહોદ રૂરલ પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જના તથા દાહોદ જીલ્લા મે.પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ તેમજ દાહોદ વિભાગ મે.મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી જગદીશ બાંગરવા સાહેબ તથા દાહોદ સર્કલ પોલીસ ઇન્સ.શ્રી જે.એમ. ખાંટ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ નાસતા- ફરતા આરોપીઓ પકડવા સારૂ જરૂરી સુચના માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને આજરોજ દાહોદ રૂરલ પો.સ્ટે.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એન.પરમાર નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. નિતેશકુમાર કનુભાઈ બ.નં.૬૪૨ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૨૪/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫(ઈ) મુજબના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા-ફરતા/વોન્ટેડ મહીલા આરોપી જયેશ્રીબેન w/o મનોજભાઈ રણજીતભાઈ જાતે સાંસી મુળ રહે.ગલાલીયાવાડ દ્રસ્ટ્રીનેત્રાલય પાછળ તા.જી.દાહોદ હાલ રહે.છરાનગર બોલીન્દ્રા અરવલ્લી તા.મોડાસા જી.અરવલ્લી નાની તેના ઘરે ગલાલીયાવાડ આવેલ છે તેવી બાતામી આધારે મહીઆ આરોપી તેના ઘરે જઈ પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે.