ખેડા જિલ્લામાં ધૂળેટી પૂર્વની ઉજવણી  પાણી અને કલરથી રંગીને તહેવારની ઉજવણી કરી.

નરેશ ગનવાણી બૂરો ચીફ નડિયાદ

૮/૧

ખેડા જિલ્લામાં ધૂળેટી પૂર્વની ઉજવણી  પાણી અને કલરથી રંગીને તહેવારની ઉજવણી કરી

જિલ્લાના વડામથક નડિયાદ સહિતસમગ્ર જિલ્લામાં અને ગામતળમાં
ધૂળેટી પર્વની ઉજવણી થઇ રહીછે. બાળકો, મોટેરાઓ, વૃધ્ધો, ગૃહિણીઓ સહિત જીલ્લાવાસીઓ ધૂળેટીના તહેવારમાં તરબોળ થયા છે. એકબીજા પર પાકા કલરઅને ગુલાલ તેમજ પાણીનો છંટકાવ કરી આ તહેવારની મોજ માણી રહ્યા છે. ખાસ કરીને આ દિવસે ક્યાંક ડી.જે. પાર્ટી સાથે ધૂળેટી મનાવાઈ તો ક્યાંક ગરમા ગરમ ખાનપાનની દાવત સાથે ધૂળેટી મનાવાઈ છે. આ ઉપરાંત ગામોમાં પરંપરાગત રીતે ધૂળેટી મનાવાઈ છે. આ દિવસે સરગરા સમાજ દ્વારા ગેરૈયા ખેલવામાં આવે છે. નડિયાદમાં સરગરા સમાજ દ્વારા ગેરૈયા રમવામાં આવ્યા હતા. બીજી બાળકોએ પિચકારી વડે કલરફુલ પાણી દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. તો વળી ધૂળેટીની સાંજે મોટાભાગે
હોટલોમા તો ક્યાંક ઘર ઘર પાર્ટીનું આયોજન સોસાયટી, પોળ, મહોલ્લાના લોકોએ કર્યું છે. જ્યારે ધાર્મિક સ્થળો પર પ્રસાદી રૂપ અમી છાંટણા લઈને રંગાઈને આ તહેવારની ઉજવણી કરી છે. આમ આ દિવસની રંગારંગ ઉજવણી કરવામાં જિલ્લા વાસીઓ વ્યસ્ત બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: