નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં આયુર્વેદીક હોમિયોપેથીક આયુષમેળા નું આયોજન કરાયું
નરેશ ગનવાણી બૂરો ચીફ નડિયાદ
નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં આયુર્વેદીક હોમિયોપેથીક આયુષમેળા નું આયોજન કરાયું



શ્રી સંતરામ મંદિર, નડિયાદ. ના ગુરુ મહારાજ શ્રી સંતરામ મહારાજ ના આશીર્વાદ, તથા વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજ ની પ્રેરણા થી ગુજરાત સરકાર ના આયુષ વિભાગ અંતર્ગત ખેડા જીલ્લા આયુર્વેદ શાખા દ્વારા આજરોજ ફાગણ સુદ પૂનમ ને તા. ૭ માર્ચ ૨૦૨૩ ને ના રોજ ” આયુર્વેદીક – હોમિયોપેથીક આયુષમેળા ” નું આયોજન શ્રી સંતરામ મંદિર નડિયાદ માં સવારે ૮-૩૦ થી બપોરે ૧ સુધી કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં શ્રી સંતરામ મંદિર, નડિયાદ ના સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ ના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું. આ શિબિર માં આયુર્વેદીક ના ૧,૮૩૬, હોમિયોપેથીક ના ૬૭૮, સ્વસ્થવૃત પ્રદર્શન ના ૩,૫૭૮, મળી કુલ – ૫,૧૯૨, લાભાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિબિર માં લાભાર્થીઓને ડૉ. દ્વારા જરૂરી તપાસ કરી યોગ્ય માર્ગદર્શન અને જરૂરી દવાઓ વિના મુલ્યે આપવામાં આવી હતી. યોગશિક્ષક દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અમે અગ્નિકર્મ દ્વારા વિશેષ સાંધાના રોગોમાં સારવાર આપવામાં આવી. જેમાં મોટી સંખ્યા માં લાભાર્થીઓએ આ શિબિર નો લાભ લીધો હતો. આ શિબિર માં ગુજરાત સરકારશ્રી ના આયુષ વિભાગ માં આયુર્વેદીક વિભાગ નિષ્ણાતો માં (૧) ડૉ.શીતલબેન પરમાર, (૨) ડૉ.ઉપેક્ષા ભીમાણી, (૩) ડૉ.આયુષીબેન, (૪) ડૉ.રચનાબેન, (૫) ડૉ.શીલીયા સાહેબ, (૬) ભાવનાબેન પટેલ, (૭) ડૉ.હિતેશ લીમ્બાચીયા, (૮) ડૉ.અલી અછાવા, તથા હોમિયોપેથીક વિભાગના નિષ્ણાતો માં (૧) ડૉ.પ્રફુલભાઈ ઉપાધ્યાય, (૨) ડૉ. રમેશભાઈ પરમાર, (૩) ડૉ.અલ્ફિયાબેન સૈયદ, તથા યોગ શિક્ષક માં (૧) મયંકભાઈ ભાવસાર, (૨) અપેક્ષાબેન રાણા, (૩) સુધીરભાઈ રાણા, ઉપરોક્ત તમામ ડોક્ટર ની સામુહિક ટીમ હાજર રહી સેવા પૂરી પડી હતી.

