ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીમાં તાલીમ મેળવી રહેલી વિધાર્થીનીના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.
અજય સાસી
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય પરીક્ષા, સૈનિક પરીક્ષા તેમજ શિષ્યવૃત્તિ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે આજુ બાજુના ગામોમાંથી અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી – મોરા અને સુખસર તાલીમ વર્ગોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા તાલીમ વર્ગમાં અભ્યાસ કરતી કુમારી બારીયા જીયાબેન રાકેશભાઈના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી . જેમાં તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને ચોકલેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ તેમના પિતા શ્રી ડૉ.રાકેશભાઈ બારીયા તેમજ વર્ષાબેન દ્વારા પોતાની લાડલી દિકરીને જન્મ દિવસની હાર્દિક શુભકામના વ્યક્ત કરી હતી. ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ જીયાબેન ને જન્મ દિવસ પર ખૂબ જ પ્રગતિ કરે એવા શુભાશિશ આપ્યા હતા. ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી ના સભ્યો અશ્વિનભાઈ સંગાડા અને રાજુભાઈ મકવાણાએ જન્મ દિવસમાં ખૂબ ખૂબ આશીર્વાદ આપીને જન્મ દિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી.