નડિયાદ આરોગ્ય વિભાગની કચેરીમાં પાર્ક કરેલી બે ગાડીઓમાં આગ લાગતાં નાસભાગ મચી ગઇ હતી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આગની ઘટના બનતા નાસભાગ મચીગ ગઇ હતી આ બનાવમાં પાર્ક કરેલ બે વાહનો જેમાં એક સરકારી જીપ તો એક ખાનગી કાર સળગી ભસ્મીભૂત થઈ છે. અંદાજીત ૨૦ ફુટના અંતરે પાર્ક કરેલ આ બંન્ને વાહનો આકસ્મિક રીતે સળગતા અચરજ ફેલાયું છે. નડિયાદમાં પવન ચક્કી રોડ પર આવેલ જિલ્લા આરોગ્ય વિભાગની કચેરીમાં બુધવારની આગની ઘટના બની હતી. આરોગ્ય વિભાગના પાર્કિંગમાં પાર્ક કરેલ ફોર વ્હિકલ બે વાહનોમાં અચાનક આગ લાગતાં અહીંયા નાસભાગ મચી ગઇ હતી. જેમાં એક સરકારી જીપ તો અન્ય એક કાર હતી. આ આગમાં બન્ને વાહન બળીને ખાખ થઇ ગયા હતા. આગની જાણ નડિયાદ ફાયે બ્રિગેડને કરવામાં આવતાં બે ફાયર બ્રાઉઝર સાથે ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને બંન્ને વાહનોમાં લાગેલી આગને કાબુમાં લેવા પાણીનો છંટકાવ કરાયો હતો. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ અહીંયા આ વાહનો પાર્ક કરાયા છે ત્યાં નજીકમાં સુકા પાંદડાના ઢગલો હતો. જેમાં કોઈ કારણોસર આગ લાગી હશે અને એ બાદ આ બંન્ને વાહનોમાં આગ લાગી હશે તેમ શક્યતા દર્શાવી છે.