નડિયાદ પાસે વીણા ગામમાં કુવામાં પડી જતાં કિશોરીનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ તાલુકાના વીણા ગામમાં રહેતી ૧૭ વર્ષિય કિશોરી છેલ્લા કેટલાય સમયથી ખેંચની બીમારીથી પીડાઈ છે. આ ઉપરાંત તેણીને ઊંઘમાં ચાલવાની પણ ટેવ હોવાથી
ગઇકાલે મોડી રાત્રે તેણીની ચાલતાં ચાલતાં ઘર પાસે આવેલા પંચાયતના અવાવરુ કુવામાં આકસ્મિક રીતે પડી જતાં પાણી પી ગઈ હતી. આથી તેનું કરૂણ મોત નિપજયું હતું. આશરે ૭૦ ફૂટ ઊંડા અવાવરૂ કૂવામાં કિશોરી પડી ગઈ હતી. આ બનાવની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ નડિયાદ રૂરલ પોલીસને કરવામા આવતા બંન્ને ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ૭૦ ફૂટ ઊંડા કુવામાંથી કિશોરીના મૃતદેહને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. લગભગ એક કલાકની જહેમત બાદ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કિશોરીના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવ મામલે નડિયાદ રૂરલ પોલીસે મહમંદસફી ગુલામનબી શેખની જાહેરાતના આધારે અપમૃત્યુની નોધ કરી છે.


