ઝાલોદના ટાઢાગોળામાં હોળીમાં બાકી રહી ગયેલા લાકડા સળગાવવા મામલે હથિયારો ઉછળ્યા, ચાર લોકોને ગંભીર ઈજા.
પંકજ પંડિત ઝાલોદ
હોળીમાં બાકી રહેલા લાકડાોમાં આગ લગાડવાના મામલે ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે તળાવ ફળિયામાં હોળીની રાતે તકરાર થઈ હતી. આ ઝઘડામાં લાકડી તથા કુહાડી જેવા મારક હથિયારો ઉછળતા ચાર જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ થઈ હતી.હુમલાખોરોએ જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપતા ફરિયાદ નોંધાઈ
સામાન્ય બાબતે તકરાર થઈ ગઈ
ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામના ચોરા ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ નટુભાઈ કટારા હોળીમાં બાકી રહેલા લાકડાઓમાં આગ લગાડી રહ્યા હતા. તે વખતે તેના ગામના નરસીંગ થાવરાભાઈ ડામોર આવીને વિષ્ણુભાઈને કહેવા લાગ્યો હતો કે, તુ હોળીમાંથી શુ કાઢે છે ? જેથી વિષ્ણુભાઈએ કહેલ કે, હું સળગાના બાકી રહેલા લાકડાને સળગાવું છું તમે આવુ કેમ કહો છો ?
ગંભીર ઈજાઓ થતા ફરિયાદ નોંધાઈ
આ સાંભળી નરસીંગ થાવરાભાઈ ડામોર એકદમ ઉશ્કેરાયો હતો અને તું ંમારી સામે બોલવાવાળો કોણ તેમ કહી બેફામ ગાળો બોલી વિષ્ણુભાઈને લાકડી મારવા જતાં તેમના કુટુંબી મિતેશભાઈ સુરમલભાઈ કટારા આગળ આવી જતાં મિતેશભાઈને લાકડી વાગતાં શરીરે ઈજા થઈ હતી. તે દરમ્યાન વિક્રમભાઈ કટારાના કાકા મતીયાભાઈ ટીટાભાઈ કટારા વચ્ચે પડતાં તેને મનેશ નરસીંગ ડામોર તથા માનુભાઈ નરસીંગ ડામોરે ગડદાપાટુનો મારમારતાં વિક્રમભાઈ કટારા વચ્ચે પડતાં તેને લાકડી મારી પગે ઈજા કરી કપાળના ભાગે કુહાડી મારી, ગંભીર ઈજા કરી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. આ સંબંધે વિક્રમભાઈ રસુભાઈ ટીટાભાઈ કટારાએ તેમના ગામના નરસીંગભાઈ થાવરાભાઈ ડામોર, મનેષ નરસીંગભાઈ ડામોર તથા માનુભાઈ નરસીંગભાઈ ડામોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

