જીવન પ્રજ્ઞા વિદ્યાલય લીમડી ખાતે આજરોજ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો.
ગગન સોની લીમડી
જીવન પ્રજ્ઞા વિદ્યાલય લીમડી ખાતે આજરોજ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. સપ્તર્ષિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવન પ્રજ્ઞા વિદ્યાલય લીમડી ખાતે આજરોજ ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો તેમ જ આગામી યોજના માર્ચ 2023 ની ગુજરાત રાજ્ય બોર્ડની પરીક્ષા ની રીસીપ્ટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્યશ્રી રાકેશભાઈ પ્રજાપતિ અને શાળામાં ફરજમાં શિક્ષકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મેળવે તે અંગેનું પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ફૂલ અને બોલપેન આપી ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં સફળતા મળે તે માટે તેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.