દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ પોક્સોના ગુનાનો એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર

sindhuuday news

દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ પોક્સોના ગુનાનો એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે. આરોપી ફરાર થઈ જવાની ઘટનાને પગલે શહેર સહિત જિલ્લામાં પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

આજરોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ૩૬૩,૩૬૬,૩૭૬ પોક્સોના ગુનાનો આરોપી લાલાભાઈ સબુરભાઈ માલિવાડ (રહે. આગાવાડા, તા.જિ.દાહોદ) નાને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં લાવ્યાં હતાં તેની સાથે પોલીસ કર્મચારીઓ પણ હતાં ત્યારે સારવાર દરમ્યાન પોલીસ કર્મચારીઓની નજર ચુકવી ઉપરોક્ત આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં ઝાયડસ હોસ્પિટલમાં ભારે શોધખોળ બાદ પણ આરોપી ન મળતાં આરોપીને પકડી પાડવા માટે દાહોદ પોલી, એલસીબી પોલીસ સહિત અન્ય પોલીસ કર્મચારીઓએ આરોપીને પકડી પાડવા સારૂં દાહોદ શહેર સહિત જિલ્લામાં શોધખોળનો આરંભ કર્યાે છે. સારવાર દરમ્યાન અને તે પણ પોલીસ જાપ્તામાંથી આરોપી ફરાર થઈ જવાની ઘટનાને પગલે જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!