આજે દેવગઢબારીયા ખાતે રૂા. ૧૬.૮૬ કરોડના ખર્ચે સ્પોર્ટસ ગર્લ્સ હોસ્ટેલ સ્પોર્ટસ એકેડેમી સેન્ટરના નવનિર્મિત ભવનનું લોકાર્પણ અને હોકી એસ્ટ્રોટર્ફ ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત
દાહોદઃ-રવિવારઃ-ગાંધીનગર રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા ગુજરાત ગાંધીનગર સ્પોર્ટસ ઓથોરીટ દ્રારા દેવગઢબારીયા જયદિપસિંહજી જિલ્લા રમત ગમત સંકુલ ખાતે રૂા. ૧૬.૮૬ કરોડના ખર્ચે સ્પોર્ટસ ગર્લ્સ હોસ્ટેલ તથા સ્પોર્ટસ એકેડેમી સેન્ટરના અધતન નવનિર્મિત ભવનનું લોકાર્પણ તથા એસ્ટ્રોટર્ફ હોકી ગ્રાઉન્ડનું ખાતમુર્હત કાર્યક્રમ ભારત સરકારના આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી કેન્દ્રીય આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી અને દેશના હાલના વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૯-૧૦માં રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે અને આજે ખેલેગા ભારત ખીલેગા ભારતના નારા સાથે રમતગમત ક્ષેત્રને ખાસ પ્રોત્સાહન આપ્યું છે. તેના કારણે આજે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડીઓએ રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે. જે બદલ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. સ્વ. મહારાજા જયદિપસિંહજી અને તેમના રાજવી પરિવારે રમગમતને પ્રોત્સાહ્ન આપ્યું છે. તેમના સ્વપ્નને સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબધ્ધ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નો થકી રૂા. ૩૬/- કરોડ ઉપરનો ખર્ચ કરી રમત સંકુલને રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ હરોળમાં આવે તેવું અધતન રમતગમત, શિક્ષણ, રહેવા- જમવાની સગવડ સાથેના નવનિર્મિત ભવનો, ખેલાડીઓ વિવિધ રમતો એક જ જગ્યાએ રમી શકે તેવું અધતન સંકુલ બનાવવામાં આવ્યું છે.તેમ શ્રી ભાભોરે જણાવ્યુ હતુ.
વધુમાં તેમને જણાવ્યું હતું કે અધતન તાલીમ અને સુવિધાઓ થકી મણીપુરની આદિવાસી ખેલાડી મેરી કોમ અને ગુજરાતના ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારની ખેલાડી સરિતા ગાયકવાડે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતગમતમાં ગોલ્ડ મેડલો મેળવી રાજ્યનું દેશનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવતા નવા ખેલાડીઓને પણ શ્રી જશવંતસિંહ ભાભોરે શુભેચ્છાઓ પાઠવી હતી. એકલવ્ય મોડેલ શાળાઓના બાળકો અને શાળાઓમાં ભણતા બાળકો શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હવે રમતગમત માટે વિશેષ જોગવાઇ કરી રહી છે.
આ રમતગમત કોમ્પલેક્ષને હરિયાળું અને નયન રમ્ય બનાવવા સહિત ખૂટતી કડીઓને પરિપૂર્ણ કરવા માટે રૂા. ૧૦/- કરોડના આયોજન અંગે જરૂરી કાર્યવાહી કરવા કેન્દ્રીય આદિજાતી મંત્રીશ્રી ભાભોરે આ તબક્કે જણાવ્યું હતું.