નડિયાદ હાઇવે પર બુલેટ ટ્રેની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ટેન્કર ઘૂસી જતાં નાસભાગ મચી ગઇ હતી

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદના પીપલગ  હાઈવે પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. ગતરોજ સવારે અહીંયાથી પસાર થતી એક ટેન્કર ડાયવર્ઝન માટે મુકેલા પ્લાસ્ટીકના બેરીકેટીગ બોર્ડમા
ઘૂસી જતાં. બેરીકેટીગ બોર્ડને કચડાતા અહીયા કામ કરતાં લોકોમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ ટેન્કર ચાલક દારૂના નશામા ચકચૂર હતો. આ બનાવ મામલે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોધાઈ  છે. નડિયાદ તાલુકાના પીપલગ પાસે  નેશનલ હાઇવે નંબર ૪૮ પર બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ગતરોજ સવારે  પહેલાં અહીંયાથી પસાર થઈ રહેલ સફેદ કલરની ટેન્કર ના ચાલકે આ પ્રોજેક્ટના ડાયવર્ઝન માટે મુકેલા પ્લાસ્ટિકના બેરીકેટીગમા ઘૂસી હતી. અને એક પછી એક એમ લગભગ ૨૫ જેટલા બેરીકેટીગોને કચડતા ભયનો માહોલ સર્જાયો હતો. અહીંયા કામ કરતા શ્રમીકોમા નાસભાગ મચી ગઇ હતી. છેવટે ટેન્કરને અટકાવી ટેન્કર ચાલકનુ નામઠામ પુછતાં તેણે પોતાનું નામ રાજવન્તસિગ સીન્ગારાસીગ જાટ (રહે.વસ્ત્રાલ, અમદાવાદ) હોવાનું‌ તોતડાતી જીભે બોલ્યો હતો. અને તે પોતાના શરીરનું સંતુલન પણ ન જાળવી શકતા તપાસ કરતા દારૂ પીધેલી હાલતમા હોવાનું જાણ થઈ હતી. દારૂ પીધેલી હાલતમાં મળી આવેલા ટેન્કર ચાલકને નડિયાદ રૂરલ પોલીસના હવાલે કર્યો છે. આ બનાવ મામલે બુલે ટ્રેન પ્રોજેક્ટના અધિકારી વિશાલ વિમલભાઈ દુબેએ રૂપિયા ૧ લાખના નુકશાનની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!