ફતેપુરા તાલુકા માં SSC,HSC પરીક્ષા ને અનુલક્ષીને સુખસર નૂતન વિદ્યાલય ખાતે શિક્ષકો અને આચાર્યોની મીટીંગ રાખવામાં આવી.
પ્રવીણ કલાલ ફતેપુરા
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી S S C ,H S C ની પરીક્ષા તારીખ ૧૪/૦૩/૨૦૨૩. થી ૨૯/૦૩/૨૦૨૩ દરમિયાન યોજાનારા પરીક્ષા ઓ માં ફતેપુરા તાલુકાના એલ. બી .કટારા અને બિલ્ડીંગ કંડકટર ( સ્થળ સંચાલક) અલ્કેશ .આર. પ્રજાપતિ, અલ્કેશ આર પ્રજાપતિ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં બોર્ડના નિયમોનું પાલન કરવા અને બોર્ડની પરીક્ષાની ગંભીરતાને સમજી તટસ્થ ડ્યુટી કરવા માટે સૂચનો કર્યા હતા સાથે સાથે કોઈપણ પ્રકારની ગેર રીતે ના થાય તેને સંપૂર્ણ જવાબદારી ખંડ નિરીક્ષકે રાખવાની રહેશે સાથે સાથે પરીક્ષાના સમયે જે દૂષણો ચાલે છે તે દૂષણો ઉપર કટાક્ષ કરી કોઈ પણ પ્રકારની ગેરરીતિઓ ના થાય તેના ઉપર ભાર મૂક્યો હતો તેમજ દરેક બાબતોને ધ્યાન આપી વ્યવસ્થિત રીતે પરીક્ષા લેવાય તે માટે સલાહ અને માર્ગદર્શન આપ્યું હતું તેમજ વિદ્યાર્થીઓને પ્રેમથી સમજાવી ટોર્ચર ના થાય તેવી રીતે પરીક્ષામાં બેસવા માટે સમજાવવા માટેની રજૂઆતો કરી હતી અને S S C, H S C પરીક્ષા ઓ વિના વિઘ્ન એ પૂર્ણ થાય તે માટે શુભેછાંઑ પાઠવી હતી.
આચાર્ય ઝાલા ની અધ્યક્ષતા માં ગ્રાન્ટેડ શાળાના અને પ્રાથમિક શાળાના શિક્ષકો અને આચાર્યોની મીટીંગ યોજવામાં આવી હતી.