છેલ્લા અગીયાર માસથી રાયોટીંગના તેમજ મારા મારીના ગુન્હામાં નાસતા ફરતા કુલ ૨ આરોપીઓને લીમખેડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગા કર્યા.

સિંધુ ઉદય

દાહોદ જિલ્લામાં નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા જિલ્લામાં કોમ્બીંગ સહિતની કામગીરી હાથ ધરી રહી છે ત્યારે લીમખેડા પોલીસને મળેલ બાતમીના આધારે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરી રહી હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, લીમખેડા પો.સ્ટે.ઈઠ.નં.૧૧૮૨૧૦૩૫૨૨૦૧૩૦/૨૦૨૨..ઇ.પી.કો.ક.૩૨૬ ૩૨૫,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯ મુજબના કામે નાસતા ફરતા આરોપીઓ રાજેશભાઇ રમેશભાઇ તડવી તથા નરેશભાઇ રમેશભાઇ તડવી (બંને રહે.ચૈડીયા તા.લીમખેડા જી.દાહોદ) નાનો તેઓના ઘરે હાજર છે.તેવી મળેલ બાતમી આધારે તેઓના ઘરે જઈ તપાસ કરતા બંને આરોપીઓ તેઓના ઘરે હાજર મળી આવતા બંને આરોપીઓને પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!