નડિયાદના પશ્ચિમા માતાના અવસાનબાદ ભાઈ-બહેન વચ્ચે એફડી મામલે તકરાર થતાં ફરીયાદ. 

નરેશ ગનવાણી બુરોચિફ નડિયાદ

નડિયાદમાં માતાના અવસાન બાદ માતાના નામની FD મામલે  ભાઈ-બહેન વચ્ચે  છેલ્લા કેટલાય સમયથી તકરાર થતાં અમદાવાદ સાસરીમાંથી પીયરમાં એફડી લેવા આવેલી બહેન ભાઈના ઘરે પહોચતા ભાઈએ અને ભાભીએ ભેગા મળીને બહેનને મારમાર્યો છે. અમદાવાદ સાબરમતી માં રહેતા ૪૩ વર્ષીય ઉષાબેન કમલેશભાઈ ઠાકોર પોતે રસોઈકામ
કરી જીવન ગુજારે છે. તેમનુ  પિયર નડિયાદ મુકામે થાય છે. જ્યાં ઉષાબેનના માતાનું આજથી એકાદ વર્ષ પહેલા અવસાન થયું હતું. ઉષાબેનના નામે અલગ અલગ રકમની આશરે ૯ જેટલી એફડી હતી. જે એફડીમા નોમીનીમા ઉષાબેન અને તેઓથી નાની બેન રેખાબેનને મળવાપાત્ર હતી. ઉષાબેનનો સગાભાઈ મુકેશભાઈ પાસે બધી એફડીની રસીદ હતી.‌ આ રસીદ અવારનવાર ઉષાબેને માંગતા મુકેશભાઈ આપતાં નહોતા.૩ માર્ચના રોજ આ ઉષાબેન પોતાની એફડીની રસીદો લેવા અમદાવાદથી એક્ટિવા લઇને નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીજ રોડ પરની આમ્રપાલી સોસાયટી ખાતે રહેતા પોતાના ભાઈ મુકેશભાઈ રમણભાઈ ઠાકોરને ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ઘરની બહાર ગેટ પાસે આ ઉષાબેને ઊભા રહી પોતાના ભાભી નયનાબેન પાસે એફડી માગતા નયનાબેને ગમેતેમ ગાળોબોલી હતી. બાદમાં મુકેશભાઈ આવતાં તેઓએ કહ્યું કે ‘મને એક ધોકો આપ આને આજે એફડી આપી દવ’ તેમ કહી ભાઈએ અને ભાભીએ ભેગા મળીને બહેનને મારમાર્યો હતો. આ સમગ્ર બનાવ મામલે આજે ઉષાબેને પોતાના સગાભાઇ અને ભાભી સામે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: