ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ડી.જે સંચાલકો સાથે એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષા લઇ ડી.જે વગાડવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
પંકજ પંડિત ઝાલોદ
આજરોજ તા12/03/2023 ના રોજ કલાક 16/10 થી કલાક 16/55 સુધી આગામી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 તથા ધોરણ 12 ની પરીક્ષા તા 14/03/2023થી તા 29/03/2023 દરમિયાન ઝાલોદ ટાઉન વિસ્તારમાં જુદા પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા લેવાનાર હોય જે અનુસંધાને ડીજે માલિકોને પો સ્ટે બોલાવી પરીક્ષા ચાલે ત્યાં સુધી ડીજે ના વગાડવા માટે સલાહ સૂચન આપવામાં આવેલ તેમજ મે અધિક જિલ્લા મેજસ્ટ્રેટ સા દાહોદ નાઓ એ બહાર પાડેલ જાહેર નામની એક નકલ દરેક ડી જે માલિકોને આપવામાં આપવામાં આવેલ તેમજ વાચી સંબલાવી જાહેર નામામાં જણાવેલ સુચનાઓ નું ચુસ્ત પણે અમલકરવા માર્ગદર્શન આપવામાં આવેલ આ મિટિંગમાં ડી.જે પ્રમુખ પ્રવીણ ભાઈ રતોડા તથા ડાંગી સોહમભાઈ તથા ચારેલ અજયભાઈ ,ગરાસિયા સુનિલભાઈ,ડામોર મહેન્દ્ર ભાઈ ,ગરાસિયા ફકીરભાઈ વિગેરે આશરે 20 જેટલા ડી.જે માલિકો હાજર રહેલ હતા.