દેવગઢબારિયા ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો.

પથિક સુતરીયા દે. બારીયા

ધન્વંનતરીઆરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જીલ્લા પંચાયત,દાહોદ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દેવગઢબારિયા ના સંયુક્ત ઉપક્રમે તા.૧૧-૦૩-૨૦૨૩ ના રોજ દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ દેવગઢબારિયા ખાતે તાલુકા કક્ષાના “આયુષ મેળા”નું સફળતાપુર્વક આયોજન કરવામાં આવેલ.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પાર્વતીબેન રાઠવા,આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનકુમાર મકવાણા , જિલ્લા સદસ્ય શ્રીમતી અરવીન્દા બેન , ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ કરણસિંહ મામાં, સુપ્રિટેન્ડેન્ટ શ્રી વણકર સાહેબ સિવિલ હોસ્પિટલ દેવગઢબારિયા, ટી.ડી.ઓ શ્રી રાઠવા સાહેબ, ટી.એચ.ઓ શ્રી કલ્પેશભાઈ બારીયા , શહેર અગ્રેણી નીમેશભાઈ જોશી ની હાજરીએ આયુષ મેળા ની શોભા માં અભિવૃદ્ધિ કરેલ. વૈદ્યપંચકર્મ શ્રી અલ્કેશભાઈ ગેલોત દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ.મહેમાનોને પુષ્પગુચ્છ અને આયુષ કીટ અર્પણ કરી આવકારવામાં આવેલ. ભૂતપૂર્વ તાલુકા પ્રમુખ કરણસિંહ મામાં,શ્રી નીમેશભાઈ જોશી,શ્રી ચંદન ભાઈ બામણ જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવામાં આવેલ જેમાં તેમના દ્વારા આયુષ વિભાગ અંતર્ગત કરવામાં આવતી કામગીરી અને ” હર દિન હર ઘર આયુર્વેદ ” વિશે માહિતી આપવામાં આવેલ. આયુષમેળામાં વિવિધ પ્રવૃત્તિ જેમાં આયુર્વેદ પોષણ યુક્ત આહાર ,વિવિધ આયુર્વેદ – હોમિયોપથી પ્રદર્શની, યોગ પ્રત્યક્ષ નિદર્શન, આયુષ નિદાન અને સારવાર કેમ્પ જેમાં દંતોત્પાટન,અગ્નિકર્મ, પંચકર્મ નાડી સ્વેદ વગેરે સારવાર પદ્ધતિઓ એ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું.આયુષ મેળાનો બહોળા પ્રમાણમાં જાહેર જનતા દ્વારા લાભ લેવામાં આવેલ.લાભાર્થી આયુર્વેદ,પંચકર્મ, હોમિયો ચાર્ટ પ્રદર્શન લાભાર્થી – ૧૬૨૫યોગ પ્રત્યક્ષ નિદર્શન- ૪૭૫આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ દર્દી-૩૫૫હોમિયોપથી ઓપીડી-૧૬૫અગ્નિકર્મ દર્દી-૨૦પ્રકૃતિ પરીક્ષણ લાભાર્થી – ૪૫જરા ચિકિત્સા લાભાર્થી -૩૫પંચકર્મ નાડી સ્વેદ -૬૫વાનગી પ્રદર્શન લાભાર્થી – ૪૫૦કુલ લાભાર્થી-૩૨૩૫

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: