અંબાજી મંદિરમાં વર્ષોથી ધરાવાતો મોહનથાળનો પ્રસાદ તંત્ર દ્વારા બંધ કરી ચીક્કીનો પ્રસાદ ચાલુ કરાતા ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ.
પંકજ પંડિત ઝાલોદ
અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રયાસના તંત્રના વિરોધને લઈ ઝાલોદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ખોડિયાર માતા મંદિરે આરતી કરી મોહનથાળનો પ્રસાદ ધરાવાયો
નગરના સહુ ધર્મપ્રેમી લોકોએ મંદિરમાં હાજર રહી તંત્રના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો
અંબાજી મંદિરમાં વર્ષોથી ધરાવાતો મોહનથાળનો પ્રસાદ તંત્ર દ્વારા બંધ કરી ચીક્કીનો પ્રસાદ ચાલુ કરાતા આખાં ગુજરાતમાં તંત્રના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભક્તોની આસ્થા તેમજ શ્રદ્ધા સાથે ચેડાં થતાં હોય તેવું જોવાઈ રહ્યું છે. તંત્રના આવા તઘલખી નિર્ણયનો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જાહેરમાં કરવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદની સાથે ઘણા બધા હિન્દુ સંગઠનો પણ જોડાઈ ગયા છે તેમજ તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય પરત લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. તેમજ જો તંત્ર હિન્દુ લોકોની આસ્થા સાથે જોડાયેલ નિર્ણય નહીં લે તો આવા નિર્ણય લેનાર લોકોને પાઠ ભણાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કમર કશી રહ્યું છે તેમજ હિંદૂ લોકોની લાગણી તેમજ વિચારધારાને ન સમજનાર તંત્રનો જાહેરમાં વિરોધ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
અંબાજી મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ ચાલુ કરાય તેની માંગ રૂપે ઝાલોદ નગરના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 12-03-2023 નાં રોજ ખોડિયાર માતા મંદિરે આરતીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો તેમજ ખોડિયાર માતા મંદિરે મોહનથાળનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ નગરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અંબાજી માતાના મંદિરે પ્રસાદમાં ચાલતો મોહનથાળ બંધ કરીને ચીક્કીનો પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે ઉપલક્ષમાં ફરી થી મોહન થાળનો પ્રસાદ ચાલુ થાય તે માટે આજ દિનાક ૧૨/૩/૨૦૨૩ ના રોજ સાંજે ૦૭. કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ઝાલોદ પ્રખંડ દ્વારા ઝાલોદ નગર મા આરાસુરી માં અંબે ની આરતી અને મોહન થાળ પ્રસાદ નો કાર્યક્રમ કરવામા આવ્યો હતો જેમા વિશ્વ હિન્દુ પરિષદ જીલ્લા સહમંત્રી મનિષભાઈ પંચાલ,પ્રખંડ મંત્રી રાજકુમારભાઈ, નગર બજરંગ સંયોજક દેવભાઈ પીઠાયા,મહેરાજભાઈ પરમાર , ઝાલોદ અંબાજી પગપાળા સંઘના અ જસ્સીભાઈ ,દિક્ષિતભાઈઅગ્રણી અનિલભાઈ, સંજયભાઈ અને ઝાલોદ નગર હિન્દુ સમાજ ના લોકો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર દ્વારા લેવાયેલ નિર્ણય પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો.


