છેલ્લા એક વર્ષથી ઘર ફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લીમખેડા પોલીસ.
સંજય હઠીલા લીમખેડા
છેલ્લા એક વર્ષથી ઘર ફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને લીમખેડા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓના ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે ત્યારે લીમખેડા પોલીસને મળેલ બાથમીના આધારે લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીનો છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ ફતિયાભાઈ ખરાડ (રહે. દિવાનીયાવાડ, ખરાડ ફળિયુ, તા.ગરબાડા જિ.દાહોદ) નાને લીમખેડા પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ઝડપી પાડી તેની વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


