શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટ્સ કોલેજ, દાહોદ નેહરુ યુવા કેન્દ્ર દાહોદના સંયુક્ત ઉપક્રમે G20 અને Y20 સમિટ યુવા જાગુતિ સેમિનાર યોજાયો.
સિંધુ ઉદય
૦૦૦
દાહોદ જિલ્લાના શ્રી કૃષ્ણ પ્રણામી કોલેજ ખાતે ભારત સરકારનાં યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય હેઠળ નેહરુ યુવા કેન્દ્ર દાહોદ કચેરી દ્વારા અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવજીવન સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ગૌરાંગ ખરાડીએ યુવાનોને ભારત દ્વારા યજમાન પદે શરૂ થયેલી જી-20 સમિટ વિશે જાણકારી આપવામાં આવી અને જી-20 સમિટથી ભારત કેવી રીતે આવનારા સમયમાં અન્ય દેશોની સરખામણી કરી શકશે તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી. આદિકાળથી ભારત ‘વસુધૈવ કુટુંબકમ’ સમગ્ર વિશ્વ જ એક પરિવારની ભાવના મૂર્તિમત કરી રહ્યું છે ત્યારે વિધાર્થીઓ સમક્ષ પાલૉમેન્ટમાં કરવામાં આવતી કામગીરીની માહિતી આપી હતી. G20 અંતર્ગત ભારતને તા. 1 ડિસેમ્બર, 2022 થી 30 નવેમ્બર, 2023 સુધી ભારતની અધ્યક્ષતાં પ્રાપ્ત થઈ છે. તેની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી. G20 ની પૂરક ભૂમિકામાં Y20 વિશે બીએડ કોલેજ દાહોદના પ્રોફેસર શ્રી મૌલિક શ્રોત્રિય એ ખૂબ ઊંડાણ પૂર્વક મુદ્દાસર મુખ્ય પાંચ મુદ્દાઓની મહત્વની ચર્ચાઓ યુવાનો સાથે કરી હતી. તેમજ નાયબ બાગાયત નિયામકશ્રી દાહોદ ડૉ. હિમાંશુ પારેખએ આતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ભાગરૂપે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી. તેમજ આરોગ્ય વિષય પર ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આત્મનિર્ભર બનાવા માટે જરૂરી સરકારના બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ કેવી રીતે લાભ મળે તે અંગે ખુબ જ માહિતીસભર માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કક્ષાનાં અડોસ-પડોસ યુવા સંસદ કાર્યક્રમ માં વિવિધ ટીમોઓ એ દેશભક્તિ ગીત, ડાન્સ જેવી પ્રતિયોગીતામાં ભાગ લેનારને પ્રમાણપત્રો, ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્દ્ર દાહોદનાં જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલભાઈ, કોલેજના આચાર્ય શ્રી પારૂલબેન સિંહએ અને અશોકભાઈ પરમાર તેમજ રાષ્ટ્રીય સેવા કર્મીઓ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. કોલેજ તેમજ આજુબાજુના અન્ય મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.