પ્રેમીપંખીડાનો દાહોદના જેકોટ ખાતે ગુડ્સ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના જકોટ ખાતેથી પસાર થતા મુંબઈ -દિલ્લી રેલવેટ્રેક પર સગીર વયના પ્રેમી પંખીડાએ ગુડ્સ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રાબડાલ સાંઈકૃપા સોસાયટીના રહેવાસી ૧૭ વર્ષીય સોનિયા કિશનલાલ મહાવર તેમજ ૧૮ વર્ષીય અમન દિનેશભાઇ સાંસી નામક પ્રેમી પંખીડા એકબીજાને સાથે જીવવા મરવા ના કોલ આપી દીધા હતા પરંતુ સામાજિક બંધનો વચ્ચે એક બીજા ને પામી ન શકનાર બન્ને પ્રેમી પંખીડાએ આજરોજ બપોરના સમયે જેકોટ ખાતે થી પસાર થતા મુંબઈ-દિલ્લી રેલવેટ્રેક પર ૫૨૭/૩૧ થાંભલા પાસે અપ લાઈન પર પડતું મૂકી મોતને વહાલું કરી લેતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે બન્ને પ્રેમી પંખીડાના પરિવારજનોને આ બનાવ ની જાણ થતા તેઓ પર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા જોકે બનાવ સબંધી જાણકારી ગુજરાત રેલવે પોલિસને થતા ગુજરાત રેલવે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.ત્યારે દાહોદ તાલુકા પોલીસે બંને પ્રેમી પંખીડાના મૃતક શબનો કબ્જો લઇ પી.એમ. કરવા માટે દાહોદ મોકલી જરૂરી કાગળિયા પંચનામા કરવામાં જોતરાઈ ગઈ હતી.

