પ્રોહીબિશન ગુન્હામાં છેલ્લા ૧૦ મહિનાથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી લીમડી પોલીસ.
અજય સાસી
દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓના ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે.
જેના અનુસંધાને લીમડી પો.સ.ઇ. શ્રી એમ.એફ.ડામોર નાઓએ એક્શનમાં આવીને નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ અલગ- અલગ ટીમો બનાવી લીમડી પો.સ્ટે. સ્ટાફના અ.પો.કો. પ્રદીપભાઇ નટુભાઇ તથા આ.પો.કો. મહેશભાઇ અશોકભાઇ તથા અ.પો.કો. ધનંજયભાઇ સમુભાઇ નાઓ સાથે લીમડી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન | સચોટ બાતમી મેળવીને લીમડી પો.સ્ટે. પાર્ટ- સી ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૩૨૨૦૨૦૫/૨૦૨૨ મુજબના પ્રોહીબિશનના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી ગિરીશભાઇ રૂપસીંગભાઇ ડામોર, ઉ.વ.૨૩, રહે.કારઠ, ખરસોડ, દૂધતળા તા.ઝાલોદ, જી.દાહોદ નાને તેના ઘરેથી ઝડપી પાડી તેના નામ-ઠામની ખરાઇ-ખાતરી કર્યા બાદ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવેલ છે આમ, લીમડી પોલીસને પ્રોહિબિશનના ગુન્હાના છેલ્લા ૧૦ મહિનાથી નાસતા-ફરતા આરોપીને ઝડપીપાડવામાં સફળતા મળેલ છે.


