સામેથી આવતા વાહનની લાઇટથી અંજાઇ જતા અક્સ્માત સર્જાતા એકનુ મોત

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

ગળતેશ્વરના મેનપૂરામાં રહેતા કાકા-ભત્રીજો બાઇકમાં પેટ્રોલ ભરાવી પરત આવી રહ્યા હતા. દરમિયાન સામેથી આવતા અજાણ્યા વાહનની લાઇટથી અંજાઈ જતા રસ્તામાં પડેલ ભૂંડ ન દેખાતા બાઇક ભૂંડ પર ચડી જતા સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા પાછળ બેઠેલા ભત્રીજો રોડ પર પટકાતા ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયુ હતુ. ગળતેશ્વરના નવા સેવનીયાના મેનપૂરામાં રહેતા વિજય પરમાર તા.૧૩ માર્ચના રોજ રાતના  વિજય ભત્રીજા ઉમેશ પરમાર ઉ.૨૧ ને બાઇક પાછળ બેસાડી થર્મલના ટીબાના મુવાડા ગામે આવેલ પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવી કાકા-ભત્રીજા બાઇક પર પરત આવી રહ્યા હતા. તે સમયે ટીબાના મુવાડા સીમમાં સામેથી આવતા અજાણ્યા વાહન ચાલકની લાઇટથી અંજાઈ જતા સાઇડમાં મરણ ગયેલ હાલતમાં પડેલા ભૂંડ ન દેખાતા બાઇક ભૂંડ પર ચડી જતા વિજયે બાઇકના સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા પાછળ બેઠેલ ઉમેશ રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ઉમેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાં ઉમેશનુ મોત નિપજયુ હતુ. આ અંગે પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!