કપડવંજ તોરણામાં ગામે વ્યાજખોરે મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરીયાદ

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

કપડવંજના તોરણાના પશુપાલન ગાય લેવા રૂ. ૫ લાખ લીધા હતા. તેની સામે ત્રણ વીઘા જમીન ગીરો આપી નોટરી કરી આપી પરંતુ કઇ પાકનુ ન હોવાનું જણાવી વીસ ટકા વ્યાજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વ્યાજખોરો સામે ગુનો નોંધાવ્યો છે. કપડવંજના તોરણાના વિસતપૂરામાં રહેતા ધનજી રબારીને ગાય લાવવા ખેતર પડોશી કલ્પેશ પટેલ પાસે રૂ. ૫ લાખ તમારે મૂડીની અવેજમાં કંઇક ગીરા પેટે મૂકવું પડશે  તેથી ધનજીએ તેના સાળા નાગજીભાઇની જમીનમાંથી ત્રણ વીઘા ગીરો કલ્પેશ પટેલને બાનાખત કરી આપતા રૂ.૫ લાખ આપ્યા હતા. ત્યારબાદ છ મહિના બાદ ગીરો આપેલ જમીનમાં કોઇ ઉપજ મળતી ન હોવાનુ બહાનુ બતાવી મૂંડી વીસ ટકા વ્યાજની માંગણી કરી હતી. પરંતુ ધનજી પાસે પૈસાની સગવડ ન હોવાના કારણે તેના સાળી પાસેથી ચેક લઇ કલ્પેશ,તેના મિત્ર કિરણ અને મેલાની હાજરીમાં આપ્યા હતા. કલ્પેશના કહેવાથી ધનજી મેલાના માધ્યમથી નાણાકીય વ્યવહાર કરતા હતા. તેમ છતાં ત્રણેય ધનજીના ઘરે આવી કહેતા કે તુ મારી મૂડી તથા કહ્યા મુજબનુ વીસ ટકા વ્યાજ મને પરત નહીં આપે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા હતા. તેથી ધનજીએ તેના સાઢુ પાસેથી રૂ ૪.૫૦ લાખ લઇ આપ્યા છતા પૈસાની માંગણી કરતા હતા. ધનજીએરૂ. ૧૫ લાખ આપવા છતાં કલ્પેશે તેમનો ચેક બાઉન્સ કરાવી કપડવંજ કોર્ટમાં કેસ કર્યો હતો. પોલીસે કલ્પેશ મફતભાઈ પટેલ,કિરણ કનુભાઇ પટેલ અને મેલા બાલુભાઇ સોલંકી વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!