ફોરેસ્ટના નિવૃત વનપાલ અને મોડાસાના વનપાલને ૫ હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડયા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ એસીબી એ ખેડા જિલ્લાના કપડવંજના ચપટીયા પાસે છટકુ ગોઠવી બે લાંચીયા લોકોને ઝડપી લીધા છે. જેમાં એક નિવૃત્ત વનપાલ છે તો અન્ય મોડાસાના ફરજ પર ચાલુ વનપાલ અધિકારી છે. આ બંન્નેએ સાથે મળીને લાકડાની હેરાફેરી માટે એક પાસે લાંચનો વ્યવહાર કરતાં રૂપિયા ૫ હજારની મળતી માહિતી મુજબ, અરવલ્લી જિલ્લાના બાયડ પાસેના બોરલ ગામ ખાતે રહેતા અને ફોરેસ્ટ વિભાગમાં નિવૃત્ત થયેલા વનપાલ ગુણવંતભાઇ સોમાભાઇ બ્રહ્મભટ્ટે આ કામનાં ફરીયાદી લાકડા ટ્રેકટર મારફતે ડેમોઇ તથા કપડવંજ ખાતેની સો મીલમાં લાકડાની હેરાફેરી કરતા હોઇ આજથી આશરે એકાદ મહિના અગાઉ આ ગુણવંતભાઈ બ્રહ્મભટ્ટે ફરીયાદીના લાકડા ભરેલ ટ્રેકટર રોકી લાકડાની હેરાફેરી કરવી હોય તો ફોરેસ્ટ ખાતાના સાહેબને એટલે કે, વનપાલ વન અધિકારી મોડાસા ભગવાનસિંહ રાજેન્દ્રસિંહ રહેવર (રહે.પીપલીયા પોસ્ટ.રૂપાલ તા.હિંમતનગર જિ.સાબરકાઠા)ને વહેવાર પેટે રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું. આ વ્યવહાર નહી કરો તો ટ્રેકટર અને લાકડા જમા થઇ જશે તેમ જણાવી લાંચની માંગણી કરી હતી. આ ગુણવંતભાઇએ ફરીયાદી પાસે લાકડાની હેરાફેરી કરવા દેવા માટે વનપાલ વન અધિકારી ભગવાનસિંહ રહેવર વતી એક વર્ષના ૨૧ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચના નાણા ત્રણ હપ્તામાં એટલે કે રૂપિયા ૭ હજારના કુલ ત્રણ હપ્તામાં લાંચની રકમ લેવાનું નકકી કરી હતી. જેથી ફરીયાદીએ આ ગુણવંતભાઈ સાથે રકઝક કરતા ગુણવંતભાઈએ ફરીયાદીને સામેથી રૂપિયા ૫ હજાર લાંચ પેટે આપી જવા જણાવેલ હતું. પરંતું ફરીયાદી લાંચ આપવા
માંગતા ન હોઇ એસીબી કચેરીનો સંપર્ક કરી ફરીયાદ આપતાં લાંચનું છટકુ ગોઠવવામા આવ્યું હતું. આ લાંચની ટ્રેપ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ચપટીયા પેટ્રોલપંપ પાસે કરાઈ હતી. ઉપરોક્ત બંને લોકોને ૫ હજાર નાણાં લેતા રંગેહાથે ઝડપાઈ ગયા હતા. એસીબી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.