આહાર સંસ્થા એ કડિયાકમ કરીતી યુવતી ના લગ્ન નો ખર્ચ ઉપાડ્યું.
પથિક સુતરીયા દે.બારિયા
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં રહેતી એક યુવતીના લગ્નનો તમામ ખર્ચ આહાર નામક સંસ્થાએ ઉપાડી યુવતીના હર્ષાેઉલ્લાસ સાથે કાલે લગ્ન કરાવશે . જાણવા મળ્યાં અનુસાર, યુવતીના લગ્નનો તમામ ખર્ચ આહાર સંસ્થાએ કર્યાે હતો.
દેવગઢ બારીઆના નાયકવાડાની રહેવાસી અને આહારની લાભાર્થી અને કડિયાકામમાં મજૂરી કરતી કુમારી અરૂણા નાયકના આવતીકાલ તારીખ ૧૭મી માર્ચના રોજ થનાર લગ્ન પ્રસંગે અમારા તરફથી તેણીનીને ચાંદીના ઝાંઝર અને આહાર તરફથી નવા બે જાેડી કપડાં, ચંપલ, બંગડીઓ, પાટલા, બુટ્ટીઓ અને ગળામાં પહેરવાનો સેટ તથા મીઠાઈનું પેકેટ આપી સાથે લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આહાર સંસ્થા દ્વારા યુવતીના લગ્નનો તમામ ખર્ચ ઉપાડતાં યુવતીના પરિવારજનોએ આહાર સંસ્થાનો આભાર માન્યો હતો. આહાર સંસ્થા દ્વારા આવી ઉમદા કામગીરી કરતાં રહેશે તેવી પરિવારજનોએ શુભકામનાઓ પણ પાઠવી હતી.



