ટુડેલ ગામની સીમ ખાતે પકડાયેલ વિદેશી દારૂના ગુનામાં મુખ્ય આરોપી ઝડપાયો
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
વસો પોલીસે આગાઉ વિદેશી દારૂ પકડી દારૂ કટીંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. ટુડેલ ગામની સીમમાં બંધ પોલ્ટ્રી ફાર્મમા દારૂ કટીંગ પર દરોડો પાડી આઈસર, છોટાહાથી, કાર મળી સહિત ૨૫ લાખ નો દારૂ સાથેનો કુલ રૂપિયા ૩૯ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં ખેડા એલસીબી પોલીસે મુખ્ય સૂત્રધાર બુટલેગર ગિરીશ સહિત વધુ ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડયા છે. ૧ માર્ચ ૨૦૨૩ના રોજ વસો પોલીસ સ્ટેશન પ્રોહી ના ગુનાના કબ્જે કરેલ જુદી-જુદી બનાવટની નાની મોટી બોટલ નંગ-૭૬૮૦ કિ.રૂ.૨૪ લાખ ૧૫ હજાર ૬૦૦ તથા બીયર ટીન નંગ-૧૦૩૨ કિ.રૂ. ૧ લાખ ૩ હજાર ૨૦૦ મળી કુલ્લે રૂ.૨૫ લાખ ૧૮ હજાર ૮૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે અગાઉ બે આરોપીઓને ઝડપી પાડેલ અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરકે.આર.વેકરીયા ની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના પો.સ.ઇ ડી.બી.કુમાવત નાઓ સાથે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોની ટીમો બનાવી ઉક્ત ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી તથા ખેડા જીલ્લાનો લીસ્ટેડ બુટલેગર (૧ ગીરીશકુમાર શંકરલાલ પ્રજાપતિ રહે. નડિયાદ, દિપકપાર્ક સોસાયટી, મકાન નં.૨ માઇ મંદિર પાસે, પમ્પીંગ સ્ટેશનની સામે, નડિયાદ તથા (૨) કનુભાઇ સોમાભાઇ ગોહેલ રહે.ટુંડેલ, સીમ હરખા તલાવડી અને (૩) ચીમનભાઇ મંગળભાઇ માનાભાઇ ગોહેલ રહે.ટુંડેલ પીજ ચોકડી હરમાનપુરા નડિયાદ જી.ખેડા ને ગુનાના આજરોજ શુક્રવારે ના રોજ પકડી અટક કરવામાં આવેલ છે.પકડાયેલ મુખ્ય આરોપી તથા ખેડા જીલ્લાનો લીસ્ટેડ બુટલેગર ગીરીશકુમાર શંકરલાલ પ્રજાપતિનાઓ ઉક્ત ગુના સિવાય (૧) નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન તથા (૨) અમદાવાદ શહેર જીલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન પ્રોહી ગુનામાં નાસતો ફરતો હતો.