સંજેલી તાલુકાના હિરોલા ગામમાં વીજળી પડતાં બે પશુના મોત.
પંકજ પંડિત ઝાલોદ
બીજેપી આદિજાતિ મોરચાના પ્રમુખ અલ્કેશ કટારાએ સ્થળની મુલાકાત લીધી
સંજેલી તાલુકાના હિરોલા ગામના પાંડી ફળીયામા સંગાડા રમસુભાઈ મેતાભાઈના ઘરની આગળ ઢાળીયામાં વીજળી પડવા થી સંજેલી તાલુકા ના બીજેપી પાર્ટીના આદિજાતિ મોરચા પ્રમુખ અલ્કેશ બીજીયાભાઈ કટારાએ જાતે જઈ સ્થળ તપાસણી કરી હતી. અને ત્યાં જઈ જોતા બે બળદ વીજળી પડવાના લીધે મૃત્યુ પામ્યા હતા અને ઘરની બહાર હલેડાનુ ઝાડ ફાટી ચીછડા થયેલ જોવા મળ્યું હતું. સમસુભાઈના ખેતી માટે જરૂરી બે બળદ મરી જતાં તેમણે સરકાર પાસે મદદ માટે માંગણી કરેલ છે.