જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ ખાતે ભરતી મેળો : ૫૯ યુવાનોની પ્રાથમિક પસંદગી
સિંધુ ઉદય
જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા. ૧૮ માર્ચ શનિવારે સવારે ૧૧ કલાકે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, છાપરી દાહોદ ખાતે જોબફેરનું આયોજન કરાયું હતું. આ જોબફેરમાં કુલ ૬ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભરતી મેળામાં ૮૩ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ૫૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે. જોબ ફેરમાં કુલ ૨૧૮ વેકન્સી નોંધાયેલ હતી.