દાહોદ તાલુકાના ખંગેલા ગામે પતિ તથા સાસરીયાઓના ત્રાસથી પરણિતાનો આપઘાત
દાહોદ તા.૧૬
દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક ૩૩ વર્ષીય પરણિતાને પતિ, સાસુ, સસરા વિગેરે સાસરીયાઓ દ્વારા શારિરીક તેમજ માનસીક ત્રાસ અપાતા આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ પોતાની સાસરીમાં ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ સંદર્ભે પતિ,સાસુ,સસરા વિગેરેની ધરપકડના ચક્રોગતિમા કર્યા છે.
દાહોદ તાલુકાના કઠલા ગામે પટેલ ફળિયામાં રહેતી ૩૩ વર્ષીય પાલમબેનના લગ્ન દાહોદ તાલુકાના ખંગેલા ગામે મોટા ફળિયામાં રહેતા સુમાભાઈ ઝીથરાભાઈ મેડા સાથે થયા હતા. લગ્નની થોડા સમય બાદ પાલમબેનને સારૂ રાખ્યા બાદ પતિ, સસરા ઝીથરાભાઈ મેડા, સાસુ જતનીબેન ઝીથરાભાઈ મેડા તથા સાસરી પક્ષના અમરસીંગભાઈ નટુભાઈ મેડા દ્વારા પાલમબેનને હેરાન પરેશાન કરવાનું શરૂ કરી દીધુ હતુ અને અવાર નવાર પાલમબેનને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી, મેણા ટોણા મારતા હતા. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ અને પતિ તથા સાસરીયાઓ દ્વારા આપઘાત કરવા માટે મજબુર કરતા પાલમબેને ગત તા.૧૪મી ફેબ્રુઆરીના રોજ પોતાની સાસરી ખંગેલા ગામે જ ઘરમાં દોરડા જેવી વસ્તુ વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના જાણ પાલમબેનને પિયરવાળાઓને થતાં તેઓ પણ તેની સાસરી તરફ દોડી આવ્યા હતા જ્યા પાલમબેનને મોતને પગલે કરૂણાંતિકા છવાઈ ગઈ હતી.
આ સંદર્ભે પાલમબેનને પિયર પક્ષમાંથી સુરેશભાઈ અબજીભાઈ ડામોરે પાલમબેનને પતિ, સાસુ, સસરા વિગેરે વિરૂધ્ધ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ તમામની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
#Dahod