મોબાઈલમાં આવેલા મેસેજ સાચો માની પાનકાર્ડ લીંક કરાવવા જતાં ૧.૧૯ લાખ ગુમાવ્યા
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
ઠાસરાના સાઢેલીના વેક્તિને મોબાઈલમાં આવેલા મેસેજ સાચો માની પાનકાર્ડ લીંક કરાવવા જતાં ૧.૧૯ લાખ રૂપિયા ગુમાવ્યા છે. ગઠિયાએ બેંકનું નામ આગળ ધરી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી માત્ર ૨૦ મિનિટમાં જ પૈસા ઉપાડી લીધી આ સમગ્ર મામલે ઠાસરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ઠાસરા તાલુકાના સાંઢેલી ગામે રહેતા ૪૩ વર્ષીય ઈલેશકુમાર મનહરભાઈ પટેલ જે વડોદરા જિલ્લામાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. ગત ૧૬ મી માર્ચના રોજ તેમના મોબાઇલ નંબર પર એક મેસેજ આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, ડિયર એચડીએફસી એકાઉન્ટ યુઝર્સ તમારુ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવે છે અત્યારેજ પાનકાર્ડ લીંક કરાવો એવો મેસેજ આવ્યો હતો અને એની સાથે એક લીંક હતી. ઈલેશકુમારને લાગ્યુ કે આ મેસેજ બેંક દ્વારા જ મોકલવામાં આવ્યો હશે. એટલે લીંક ઓપન કરી જેમાં અન્ય એક એપ્લીકેશ હતી તે ઈન્સોટલ થઈ હતી. તેમા માગ્યા મુજબની તમામ વિગતો ઈલેશકુમારે ભરી આપી હતી. થોડી વારમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને સામાવાળા વ્યક્તિ કહ્યું કે હું એચડીએફસી બેંકમાંથી વાત કરુ છુ તેમ કહી વિશ્વાસ મેળવી લગભગ ૨૦ મિનિટ જેટલો ફોન ચાલુ રખાવી આ સમયગાળામાં ઓટીપી મેળવી ફોન પોતાના કન્ટ્રોલમા લઈ લીધો હતો. અને આ ઈલેશકુમારના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૧ લાખ ૧૯ હજાર ૯૮૫ કપાઈ ગયા હતા. આ બાબતની જાણ થતા ઈલેશકુમારે તુરંત ફોન કટ કરી એકાઉન્ટ બંધ કરાવી દીધું. આ બનાવ મામલે સૌપ્રથમ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર ત્યારબાદ આજે ઈલેશકુમારે ઠાસરા પોલીસ સ્ટેશને અજાણ્યા બે મોબાઇલ ધારકો સામેલ ફરિયાદ નોંધાવી છે.

