સીએએ ના સમર્થનમાં દાહોદ ખાતે વીશાળ સંમેલન યોજવામાં આવ્યું
દાહોદ નજીક કોલેજ ગ્રાઉન્ડ ખાતે સી એ એ ના સમર્થન માં વીશાળ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું સંમેલન બાદ વિશાળ રેલી પણ કાઢવામાં આવી હતી
સમગ્ર દેશ માં સી એ એ ના સમર્થન તથા વિરોધ ની રેલીઓ આવેદનો તેમજ આંદોલનો કરવામાં આવી રહ્યા છે ત્યારે દાહોદ શહેર માં આવેલ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ભાજપ પક્ષ દ્વારા સી .એ .એ ના સમર્થન માં એક વિશાળ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખુબજ મોટી સંખ્યા માં ભાજપ પક્ષ ના કાર્યકર્તાઓ તથા અગ્રણી નેતાઓ તથા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં દાહોદ ના સાંસદ જશવંતસિંહ ભભોર રાજ્ય કક્ષા ના મંત્રી બચુભાઈ ખાબડ, જૈદ્રતસિંહ પરમાર ભાજપ ના તમામ ધારાસભ્યો તથા અમિત ઠાકર , સુધીર લાલપુરવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલન બાદ સી. એ .એ ના સમર્થનમાં વિશાળ રેલી નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જે રેલી દાહોદ કૉલેજ ગ્રાઉન્ડ ઉપરથી શરૂ થઈ અને દાહોદ આઈ.ટી.આઈ વાળા રસ્તે થઈ બસ સ્ટેશન , સ્વામીવિવેકાનંદ ચોકથી નારેબાજી કરતા અને તિરંગા ઝંડા, અને હિન્દુસ્તાન હમારા હૈ ના સૂત્રોચ્ચાર કરતા કરતા પગપાળા અઅઅ રેલી સીધા દાહોદ વિશ્રામ ગૃહ ખાતે પહોંચી હતી. અને ત્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
#Dahod