દાહોદ મા સિંધી સમાજ દ્વારા ચેતીચંઢ પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરશે.
નીલ ડોડીયાર
દાહોદ તા.૨૨
દાહોદના સિંધી સમાજ દ્વારા આજરોજ ચેટીચંદ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે. ભગવાન શ્રી ઝુલેલાલજી ભગવાનજીની દાહોદ શહેરમાં ભવ્ય શોભાયાત્રા પરિક્રમાનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાશે.શ્રી ઝુલેલાલ ભગવાનજીની જન્મ જયંતી એટલે કે ચેટીચંદ પર્વ નિમિત્તે દાહોદ શહેરના સિંધી સમાજ દ્વારા આ પર્વની હર્ષોઉલ્લાસ તેમજ ભક્તિભાવ તરીકે ઉજવણી કરવામાં આવનાર છે. એક દિવસ પહેલા એટલે કે તારીખ 22મી માર્ચના રોજ જલસો નવા વર્ષનો તેમજ સંગીત કાર્યક્રમ, અલ્પાહાર તેમજ આતશબાજી આત્માનંદ સોસાયટી, લક્ષ્મી મિલ પાસે, દાહોદ યોજવામાં આવ્યો હતો ત્યારે બીજા દિવસે એટલે કે 23મી માર્ચના રોજ ચેટીચંદ પર્વના દિવસે સવારે 8:00 કલાકે શ્રી ઝુલેલાલ ભગવાનની પૂજા, સવારે 10:00 કલાકે ભેરાણા સાહેબની પૂજા, સવારે 11:00 કલાકે મહા આરતી અને ત્યારબાદ બપોરના 11:30 થી અઢી વાગ્યા ના સમયગાળા દરમિયાન પ્રસાદી (ભંડારો) નું આયોજન ઝુલેલાલ મંદિર, ઝુલેલાલ સોસાયટી, ગોદી રોડ, દાહોદ ખાતે યોજવામાં આવનાર છે. સાંજના પાંચ કલાકના સમયગાળા દરમિયાન ભગવાન શ્રી જુલેલાલજીની ભવ્ય શોભાયાત્રા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા દાહોદ શહેરના ગોદી રોડ ખાતે ઝૂલેલાલ મંદિર થી નીકળી આત્માનંદ સોસાયટી લક્ષ્મી મીલ,રેલવે સ્ટેશન રોડ થઈ સિંધી સોસાયટી સીટી ગ્રાઉન્ડ સામે શોભાયાત્રા પલ્લવ સાથે પૂર્ણ થનાર છે.