માતરની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હોવાના કેસમાં ફાંસીની સજા થઈ
નરેશ ગનવાણી – બ્યૂરોચીફ – નડિયાદ
માતરની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હોવાના કેસમાં ફાંસીની સજા થઈ
નડિયાદ : માતર તાલુકાના એક ગામમાં આવેલ ફાર્મહાઉસમાં ૧૧વર્ષની સગીરા પર એકવર્ષ અગાઉ તેના જ સાવકા પિતાએ અવારનવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી હોવાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી. આ કેસમાં નડિયાદની અદાલતે ફાંસીની સજા ફટકારી છે.
માતર તાલુકાના એક ગામમાં આવેલ ફાર્મહાઉસમાં રહેતા ૨૮ વર્ષીય મુસ્તુફા હનીફભાઈ ઉર્ફે બાબુભાઈ ખ્યાલભાઈ મીયાણાએ ૧૧ વર્ષની સગીરા પર ફાર્મહાઉસમાં કોઈને કોઈ બહાના હેઠળ જાનથી મારી નાંખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. પાંચ માસ સુધી ગુજારેલ દુષ્કર્મથી સગીરા ગર્ભવતી બની હતી. આ મામલે સગીરાની માતાએ માતર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે આઈપીસીની જુદી જુદી કલમો અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધી ઈસમને ઝડપી પાડ્યો હતો. આ કેસ નડિયાદના સ્પે.જજ (પોકસો) પી.પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વિ.ઠાકુરની દલીલો, ૧૨ સાક્ષીઓની જુબાની, ૪૪ જેટલા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ સગીરાઓ પર સમાજમાં ગુના ઓછા બને અને દુષ્કર્મના કિસ્સાઓ બંધ થાય તે માટે કડકમાં કડક સજા આપવી તેવી સરકારી વકીલની દલીલને ધ્યાને લઈ અદાલતે મુસ્તુફા મીયાણાને જુદી જુદી કલમો હેઠળ ફાંસીની સજા કોર્ટે હુકમ કર્યો હતો.


